બિલ્ટ ઈન્ડિયા મેગેઝિને, કોરોના બાદનું ક્રૉક્રિંટ માર્કેટ (રેડી મિક્સ ક્રૉક્રિંટ) કેવું રહેશે અને તેમાં નવીન ટેક્નોલોજી કેવી આવશે તે અંગે જાણવા માટે બિલ્ટ ઈન્ડિયા મેગેઝિને CUBE RMC ના ડાયરેક્ટર જયેશ પટેલ સાથે મુલાકાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, હાલ રેડી મિક્સ ક્રૉક્રિંટ અંગે ગુજરાતમાં જાગૃતિનો અભાવ છે. જેથી,રેડી મિક્સ કૉક્રિટનો વપરાશ ઓછો થતો જોવા મળે છે. પરંતુ, આવનારા દિવસોમાં રેડી મિક્સ કૉક્રિટનો એક યુગ આવશે
RMC માર્કેટમાં હજુસુધી રીયલ એસ્ટેટ માર્કેટમાં જાગૃતિનો અભાવ જોવા મળી રહ્યો છે. તો, આ અંગે આપનો શું મત છે ?
રેડી મિક્સ કૉક્રિટ ન વાપરવું એ જાગૃતિનો અભાવ છે તે ચોક્કસ છે. પરંતુ, RMCથી શું ફાયદા થાય છે તે દરેક કંસ્ટ્રક્શન વ્યવસાય સાથે જોડાયેલા બિઝનેસમેને જાણવું જરુરી છે. વપરાશકર્તાઓમાં RMCના વપરાશ અને તેની ગુણવત્તા અંગે ડર સતાવે છે. જેથી RMCનો વપરાશ ઓછો થતો હોય તેવું લાગી રહ્યું છે.આથી આપણે કહી શકીએ કે, RMCના વપરાશનો અભાવ,તે માટે તેની જાગૃતિ અને તેના પર વિશ્વાસ જવાબદાર છે.
ડેવલપર્સ કે કંસ્ટ્રક્શન બિઝનેસમેન RMC વધારે વાપરે તે માટે શું કરવું જોઈએ ?
પહેલાં તો, દરેક ડેવલપર્સ અને કંસ્ટ્રક્શન ક્ષેત્રે કામ કરતાં વ્યવસાકારોએ રેડી મિક્સ કૉક્રિટ અંગે માહિતગાર થવું જોઈએ. દરેક ડેવલપર્સ RMC વાપરતો થાય તે માટે, તેમની મિક્સ ડીઝાઈન મુજબ જે ડેવલપર્સ ગ્રુપની કવૉલીટી કંટ્રોલ ટીમ અને RMC કંપનીની ક્વૉલીટી કંટ્રોલ ટીમ બંને પ્લાન્ટ પર જઈને ક્યૂબનો ટેસ્ટ કરવો જોઈએ. અને જો તેમાં કોઈપણ પ્રકારની ખામી દેખાઈ તો, તેનો ત્વરિત ઉકેલ લાવવો જોઈએ. એટલે કે, રેડી મિક્સ કૉક્રિટના વાપરશકર્તાને ગુણવત્તા અંગે તમામ સ્વતંત્રતા આપવી જોઈએ. વપરાશકર્તાએ RMC વાપરતાં પહેલાં, સંપૂર્ણ ચોક્કસાઈ પૂર્વક અને સંસોધનાત્મક ગુણવત્તાની તપાસ કરીને, જ RMC ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ.
RMC ટેક્નોલોજી અંગે આપનો શું મત છે ? હાલ ઈન્ડિયામાં જે ટેક્નોલોજી ચાલી રહી તે અંગે આપનો શું અભિપ્રાય છે ?
હાલ, ગુજરાતના તમામ પ્લાન્ટમાં અદ્યતન ટેક્નોલોજી વપરાય છે, તેમાં મોટાભાગે લેટેસ્ટ ટેકનોલોજીવાળી મશીનરી વપરાય છે. પરંતુ,આવનારા દિવસોમાં અનેક પ્રકારની નવીન ટેકનોલોજી ઉપયોગ થશે. હાલમાં પમ્પિંગ સ્ટેશનરી, બૂમ પમ્પ જેવી ટેકનોલોજીથી કામ કરવામાં આવી રહયું છે. જોકે,વિદેશની તુલનામાં આપણા દેશમાં હજુ ખૂબ જ સામાન્ય ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે. હજુ આગામી સમયમાં આરએમસી ક્ષેત્રે, પ્રિ-કાસ્ટ અને સ્ક્રીડ ટેકનોલોજી આવશે. હાલમાં આ પ્રકારની ટેક્નોલોજીનો વપરાશ ભારતમાં થતો નથી. આવનારા દિવસોમાં કંસ્ટ્રક્શનમાં પ્રિ-કાસ્ટ ટેક્નોલોજી આવશે. જેને કારણે, રેડી મિક્સ કૉક્રિટનો વપરાશ અંદાજિત 50 ટકા કરતાં પણ વધારે થશે. હાલ દેશમાં સિમેન્ટ કુલ ઉત્પાદનમાં રેડી મિક્સ કૉક્રિટ મેન્યુફેક્ચરીંગમાં માત્ર 4 ટકા બલ્કર સિમેન્ટનો વપરાશ થાય છે. આ પરથી આપણે કહી શકીએ કે, આરએમસીનો વપરાશ દેશમાં ખૂબ જ ઓછો થાય છે.
કોરાના બાદ, વર્તમાન માર્કેટ અંગે આપ શું માનો છો ?
હાલ તો, ગુજરાતમાં મોટાભાગના સાઈટ પ્રોજેક્ટ પર મજૂરો આવી ગયા છે અને કામ શરુ થયું ગયું છે. એટલે હાલ 25થી 30 ટકા જેટલું કામ માર્કેટમાં શરુ થઈ ગયું છે તેમ કહી શકાય. પરંતુ, અમારી કંપનીએ તો, લોકડાઉનમાં દરમિયાન પણ કામ કર્યું હતું કે, કારણ કે, સરકારી પ્રોજેક્ટને લીધે અમારી કંપનીએ, કેન્દ્ર સરકારની પરવાનગીને આધીન અમે કામ કર્યું હતું. જેથી, અમને કોરોનાની ઝાઝી અસર પડી નથી. પણ, કેશ લિક્વીડીટીના રોટેશનમાં ચોક્કસપણે અભાવ જોવા મળ્યો હતો. હવે દિવાળી બાદ અને 2021ના શુભારંભે માર્કેટ સારુ આવશે તેવું લાગી રહ્યું છે.
આપ તો, રેડી મિક્સ કૉક્રિટ ક્ષેત્રે છેલ્લા દાયકાથી કામ કરી રહ્યા છો. તો, આપના અનુભવો કેવા છે અને આપની સફળતાના રહસ્યો શું છે ?
હું રેડી મિક્સ કૉક્રિટમાં 2010થી કામ કરુ છું, પરંતુ, પહેલાથી જ ગુણવત્તાવાળું જ કામ કરવું અને ગુણવત્તાવાળી જ પ્રોડક્ટને બજારમાં મૂકવા માટે હું હંમેશા આગ્રહી રહ્યો છું. જેને કારણે, હું આજે રેડી મિક્સ કૉક્રિટ અને દરિયાઈ ઉત્ખન્નમાં સફળ થયો છું. અમે,ગુણવત્તા સિવાય કામ કરતા નથી, શ્રેષ્ઠ ક્લાઈન્ટ સર્વિસ આપવી અને હંમેશા ક્લાઈન્ટનો ફીડબેક લઈને અમારી ગુણવત્તામાં સુધારો કરવાનો પ્રયાસ કરીએ છીએ.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
5 Comments