આગ લાગવી એ એક આકસ્મિક અને અનિશ્વિત ઘટના છે. જેની તેની સામે રક્ષણ મેળવવા હંમેશા સરકાર સહિત પ્રજાએ સજ્જ અને સતર્ક રહેવુ અનિવાર્ય છે. સાથે જ લેટેસ્ટ ટેક્નોલોજી સાથે ખડેપગે રહેવું જોઈએ. પરંતુ, દુર્ભાગ્યપૂર્ણ વાત એ છે કે, વિશ્વમાં વસ્તીની દષ્ટીએ બીજો ક્રમાંક ધરાવતા ભારતમાં આગ લાગવી અને તેમાં ફસાયેલા લોકોનું સ્વાહા થવું એ પીરિયોડીકલ ઘટના બની ગઇ છે.
દેશના કોઈ પણ રાજ્યમાં આગ લાગવાની ઘટના કમર્શિયલ, રેસિડેન્શિયલ વિસ્તારો કે, હોસ્પિટલ, સ્કુલ, હોટેલ, ઔદ્યોગીક વિસ્તાોમાં બને અને તેમાં ફસાયેલા લોકોનાં મોત પણ થાય. આ પછી તપાસમાં દોષ ના ટોપલા એક બીજા પર ઢોળવામાં આવે. પરંતુ, તે અંગે ઠોસ પગલાં લેવામાં આવતા નથી અને સમય જતાં તે ભુલી જવાય છે અને પાછું જેમ હતું તેમને તેમ ચાલતું થઈ જાય છે. આ એક પ્રક્રિયા બની ચુકી છે, જે દેશ માટે શરમજનક છે.
કમર્શિયલ, રેસીડેન્શિયલ અને ઈન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગોના બાંધકામ દરમિયાન જીડીસીઆરમાં દર્શાવેલા ફાયર એન્ડ સેફ્ટીના નિયમોનું ચુસ્તપણે દરેક નિર્માંણકર્તા પાલન કરે છે કે કેમ. તે અંગે સરકાર દ્વારા મોનિટરીંગ કરવું જોઈએ. પરંતુ, ઘણીવાર પૈસા બચાવવાની લ્હાયમાં ડેવલોપર્સ દ્વારા ક્યાંક કચાસ રહી જાય છે, અથવા તો ફાયર એન્ડ સેફટી અંગેની એનઓસી આપવામાં સરકારી અધિકારીઓ દ્વારા ક્યાંક ચુક થાય છે. આ પ્રકારની ભુલોને પ્રજાએ સહન કરવી પડે છે. એટલે જ અહીં ભારપુર્વક કહેવામાં આવે છેકે, આપણે સૌ આપણી નાગરિત્વ ફરજ સમજીને જાગૃત બનીએ. તેમાં જ સૌનું કલ્યાણ રહેલુ છે.
આગ લાગવાની ઘટના ઘટે છે ત્યારે, તેની તપાસમાં બિન-સુસંગતા નિર્માણ સામે આવે છે, તો ફાયરનાં સાધનો, ફાયર પાઈપ, ફાયર ડોર્સ અને એસેમ્બલી વિસ્તારોની જાળવણી અંગે સવાલો ઉઠે છે. તેમજ સલામતી પ્રક્રિયાની સંપુર્ણ અવગણના, જ્વલનશીલ પદાર્થો ધરાવતા પ્રોડક્ટ શોપ, ક્લેડીંગ અને પાર્ટીશન દિવાલો અંગે નોધપાત્ર ચર્ચા થાય છે.
ભીડવાળા વિસ્તારમાં આગ લાગવાની ઘટના બને ત્યારે તેના પર કાબુ મેળવવો એક પડકારરુપ હોય છે. ફાયર સાધનોની ગોઠવણી પણ કરી શકાતી નથી. જેથી આગ ઓલવવામાં વિલંબ થાય છે. આવા કારણોને લીધે, બિનકાયદેશર થતા બાંધકામો પર સરકારે અંકુશ મુકવો જોઈએ.
ટીમ બિલ્ટ ઈન્ડિયા
6 Comments