DevelopersINTERVIEW

2019ના પ્રથમ ક્વાટર કરતાં સેકન્ડ ક્વાટરમાં કમર્શિયલ સેગમેન્ટના વેચાણમાં વધારો- ગૌતમ પટેલ, એમડી, એરિષ્ટા ગ્રુપ

કોરોના પછી, વર્તમાન રીયલ એસ્ટેટ માર્કેટ અંગે જાણવા માટે બિલ્ટ ઈન્ડિયા મેગેઝિને, અમદાવાદના જાણીતા અરિષ્ટા ગ્રુપના એમ.ડી. ગૌતમ પટેલ સાથે મુલાકાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, કોરોનાના લોકડાઉનનો પ્રભાવ એટલો બધો હતો કે, એવું લાગતું હતું કે, હવે ત્રણ વર્ષમાં પણ રીયલ એસ્ટેટ માર્કેટ બેઠું નહિં થાય નહી.  પરંતુ, અમારી કંપનીને જાન્યુઆરી અને ફ્રેબુઆરીમાં જે બુકિંગ મળ્યાં હતાં, તેના કરતાં પણ વધારે બુકિંગ અમને જૂન અને જુલાઈ દરમિયાન બુકિંગ મળ્યાં છે. હાલ રીયલ બાયર્સનું માર્કેટ છે. જોકે, થોડી તકલીફ પડી રહી છે પરંતુ, તે સમયાંતરે દૂર થઈ જશે.

માર્કેટમાં કોઈપણ સંજોગોમાં ત્રણ વર્ષમાં સુધી રોટેશનમાં આવશે જ નહીં તેવું લાગતું હતું પરંતુ, 17 મે અનલોક- પાર્ટ-1 થયા બાદ 50 થી 60 ટકાના વધારા સાથે માર્કેટ શરુ થઈ ગયું છે. ગૌતમ પટેલે જણાવ્યું હતું કે, અરિષ્ટા ગ્રુપ ખાસ કરીને, હાઈ પ્રોફાઈલ અને હાઈ લક્ઝ્યૂરીયસ ફ્લેટ નિર્માંણ કરે છે. જેથી, અમને ચિંતા હતી કે, 4 થી 5 કરોડની કિંમતવાળા ફ્લેટનું વેચાણ થશે કે નહિં, પરંતુ જૂન મહિનામાં અમારી કંપનીએ 5 કરોડની કિંમતવાળા ફ્લેટનું વેચાણ કર્યું. અને જુલાઈમાં ઈન્કવાયરી પણ સારી મળી રહી છે.

કર્મશિયલ સેગમેન્ટમાં અમારી કંપનીને જાન્યુઆરી અને ફ્રેબુઆરીમાં જે બુકિંગ મળ્યા હતા. તેના કરતાં પણ વધારે ઓફિસ બુકિંગ જૂન અને જુલાઈમાં મળ્યાં છે. જૂન અને જુલાઈમાં છ ઓફિસનું બુકિંગ થયું છે અને હજુ ઓફિસ બુકિંગ આવી રહ્યું છે. એટલે કે, અમારી કંપનીના વેચાણમાં 2019ના પ્રથમ ક્વાટર કરતાં સેકન્ડ ક્વાટરમાં કર્મશિયલ ઓફિસના વેચાણમાં 90 ટકાનો વધારો નોંધાયો છે.

હાલના માર્કેટને જોતાં, એવું લાગી રહ્યું છેકે, જો કોરોના જલદીથી કંટ્રોલમાં આવી જાય તો, ચોક્કસપણે દિવાળી સુધીમાં રીયલ એસ્ટેટ માર્કેટમાં તેજી બુસ્ટ અપ જોરદાર આવશે. પરંતુ, જો દિવાળી સુધીમાં પણ કોરોના અંકુશમાં નહીં આવે તો, 2021ના સેકન્ડ ક્વાટર્સ બાદ જ માર્કેટ તેજીમાં આવી શકે છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close