Heritage SitesNEWS

વર્લ્ડ હેરિટેજ લોથલ, માળખાકીય સુવિદ્યાઓની ઉત્તમ સાઈટ

ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જુના પાટનગર અમદાવાદથી દક્ષિણ-પશ્વિમે ૮૦ કિલોમીટર જેટલા અંતરે અમદાવાદ જિલ્લામાં આવેલા  ભાલ વિસ્તારમાં આવેલા લોથલની શોધ ઇ. સ. ૧૯૫૪ ના નવેમ્બર માસમાં કરવામાં આવી હતી. લોથલ શબ્દનો અર્થ મૃત્યુ પામેલા થાય છે. લોથલ કેન્દ્ર સરકાર દ્રારા રક્ષિત અને રાષ્ટ્રીય મહત્વ ધરાવતી પ્રાચીન જગ્યા છે. લોથલ ખૂબજ જૂની સંસ્કૃતિનું સ્થળ મનાય છે. જેનો સમય ઇ.સ.પૂર્વે ૨૪૫૦થી ૧૯૦૦ સુધીનો માનવામાં આવે છે. માનવામાં આવે છે કે લોથલમાં માનવ વસ્તીનો પહેલવહેલો વસવાટ થયો હતો. તેમજ ઇ.સ. પૂર્વે ૨૩૫૦માં કુદરતી હોનારતને કારણે તમામ ઘરો આવાસો નાશ પામ્યા. બાદમાં ફરી એકવાર ઊંચા ટેકરા પર નગરનું આયોજન કરવામાં આવ્યું. લોથલમાં સુઆયોજિત નગર-વ્યવસ્થા હતી તે અહીંથી મળેલા વિવિધ અવશેષો જોઇ માલુમ પડે છે. તે સમયે મકાનો પણ વિશાળ હતા. સુવ્યવસ્થિત બજારો, રસ્તાઓ, ગટર વ્યવસ્થા, તે સમયના લોકોની સુઝબુઝનો પરિચય આપે છે. ખાસ કરીને અહીંના મકાનો ભઠ્ઠીમાં પકવેલી ઈંટોમાંથી બનાવવામાં આવ્યા હતા.


સૌજન્ય ગુજરાત સરકાર

Show More

Related Articles

Back to top button
Close