કમ્બોડિયાનું અંકોરવાટ મંદિર, વિશ્વમાં આર્કીટેક્ટચરીમાં મોખરે, હિન્દુ અને બૌદ્ધ ધર્મની સંવાદિતનો ઉત્તમ નમૂનો.
અંગકોર વાટ ( “રાજ મંદિર”) કમ્બોડીયામાં આવેલું મંદિર સંકુલ છે અને વિશ્વનું સૌથી મોટું ધાર્મિક સ્થળ છે, જે 162.6 hectares (1,626,000 m2; 402 acres) વિસ્તારમાં ફેલાયેલું છે. તે મૂળમાં હિંદુ મંદિર હતું જે ખ્મેર સામ્રાજ્ય માટે વિષ્ણુને સમર્પિત હતું, ધીમે ધીમે ૧૨મી સદીના અંતમાં બૌદ્ધ ધર્મના મંદિરમાં તેનું પરિવર્તન થયું હતું. તેનું બાંધકામ ખ્મેર રાજા સૂર્યવર્મન દ્વિતિય દ્વારા ૧૨મી સદીના આરંભમાં ખ્મેર સામ્રાજ્યની રાજધાની યશોધરાપુરા, હાલમાં અંગકોરમાં શરૂ કરાયું હતું. ખ્મેર સામ્રાજ્યના પહેલાંના પરંપરાગત શૈવ મંદિરો કરતા અલગ આ મંદિર વિષ્ણુને સમર્પિત હતું. આ મંદિર તેની સ્થાપનાથી મહત્વ ધરાવતું રહ્યું છે અને ખ્મેર સામ્રાજ્યના સ્થાપત્યની ઉચ્ચ કલા દર્શાવે છે. તે કમ્બોડીયાનું એક પ્રતીક બની રહ્યું છે, અને ક્મ્બોડિયાના રાષ્ટ્રધ્વજમાં દર્શાવાયું છે તેમજ દેશનું એક મુખ્ય પ્રવાસી આકર્ષણ પણ છે.
15 Comments