GovernmentNEWS

ડાયમંડનગરી સુરત બન્યું, દેશમાં સૌથી વધુ BRTS રુટની લંબાઈ ધરાવતું શહેર.

Kumbhariya to Kadodara BRTS route inaugurated by CM Vijay Rupani

આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીએ, સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોન વિસ્તારમાં અંદાજિત 104.54 કરોડ રુપિયાના વિકાસ કામોનું ઈ-લોકાર્પણ કર્યું છે. સુરતના સહારા દરવાજાથી કુંભારીયા સુધીના 5.08 કિલોમીટરની લંબાઈ ધરાવતા નવા બીઆરટીએસ કોરીડોરને કડોદરા સુધી લંબાવવાના લોકાર્પણ કર્યું છે. આ પ્રોજેક્ટ કુલ 28 કરોડના ખર્ચે નિર્માંણ કરાયો છે. આ વિસ્તારના બીઆરટીએસની લંબાઈ સાથે, સુરત શહેરમાં બીઆરટીએસ નેટવર્ક કુલ 108 કિલોમીટર થયું છે. જે સમગ્ર દેશમાં સૌથી વધુ લંબાઈ ધરાવતો બીઆરટીએસ કોરીડોર બન્યો છે. જેના કારણે, સુરતમાં શ્રમિકો, મુસાફરોને સલામત અને ઝડપી પરિવહનની સારી સુવિદ્યાઓ પ્રાપ્ત થશે.

સુરતના સહારા દરવાજાથી કુંભારીયા સુધીના બી.આર.ટી.એસ. કોરિડોરને કડોદરા સુધી લંબાવવાના લોકાર્પણની સાથે સમગ્ર શહેરમાં 108 કિ.મી.જેટલા બી.આર.ટી.એસ.નું નિર્માણ થયું છે. જે સમગ્ર દેશમાં સૌથી વધુ લંબાઈ ધરાવતો બી.આર.ટી.એસ બન્યો છે. જેના કારણે શ્રમિકો, મુસાફરોને સલામત અને ઝડપી પરિવહનની બહેતર સુવિધાઓ પ્રાપ્ત થશે.

Vijay Rupani द्वारा इस दिन पोस्ट की गई मंगलवार, 20 अक्तूबर 2020

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય, સીએમઓ ગુજરાત.

Show More

Related Articles

Back to top button
Close