મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ધરોઈ ડેમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટની લીધી મુલાકાત, ઉત્તર ગુજરાત માટે ટુરિઝમ ડેસ્ટિનેશન બનશે

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલા ધરોઈ ડેમની મુલાકાત લીધી હતી.જ્યાં દેશની નામાંકિત કન્સ્ટ્રક્શન કંપની પીએસપી પ્રોજેક્ટસ્ લિમિટેડ દ્વારા નિર્માણ પામતો ધરોઈ ડેમ વર્લ્ડ ક્લાસ સસ્ટેનેબલ ટુરિઝમ અને પ્રિલગ્રીમ પ્રોજેક્ટના નિર્માણકાર્યની મુલાકાત કરી હતી અને પ્રોજેક્ટના અનુસંધાને માહિતી મેળવી. જેમાં મુખ્યમંત્રીએ એડવેન્ચર ડ્રાઈવ રોડ, ટર્મિનલ રોડની કામગીરી વિશે માહિતી મેળવી, જે આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં સૂચિત રોડ નેટવર્કનો ભાગ છે.

1100 કરોડમાં નિર્માણ પામનાર ધરોઈ ડેમ ટુરિઝમ અને પિલગ્રીમ પ્રોજેક્ટ ત્રણ તબક્કામાં વિભાજિત છે, જે પૈકી હાલ પ્રથમ તબક્કાનું કામ ચાલી રહ્યું છે. પ્રથમ તબક્કો અંદાજે 374 કરોડમાં નિર્માણ પામી રહ્યો છે.

સમગ્ર ધરોઈ ડેમ ટુરિઝમ અને પિલગ્રીમ પ્રોજેક્ટમાં ધરોઈ ડેમની આસપાસના વિસ્તારમાં એડવેન્ચર વોટર, સ્પોટર્સ એરેના, વિવિધ સુવિદ્યાઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર, એમ્ફીથિયેટર સાથે નદી કિનારે ડેવલપમેન્ટ લેઝર શો ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રિવરફ્રન્ટ, પંચતત્વ પાર્ક(બોટનિકલ ગાર્ડન) વિઝિટર સેન્ટર, વોટર એક્સપિરિયન્સ પાર્ક, સન એક્સપિરિયન્સ પાર્ક, સ્કાય એકસપિરિયન્સ પાર્ક, આઈલેન્ડ ગેટવે, જેટી અને ઓપન પાર્ક જેવાં નિર્માણો આકર્ષણનું કેન્દ્ર બનશે.

ઉલ્લેખનીય છે કે, ધરોઈ ડેમ ટુરિઝમ અને પિલગ્રીમ પ્રોજેક્ટ નિર્માણ થવાની સાથે જ ઉત્તર ગુજરાતના 100 કિલોમીટરના રેડીયન્ટમાં આવનારા ચાર જિલ્લા મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણ સહિત અન્ય નજીક જિલ્લાઓ માટે આ પ્રોજેક્ટ પ્રવાસન અને એડવેન્ચર ડેસ્ટિનેશનનું બનશે અને ઉત્તર ગુજરાતના લોકોને રોજગાર મળશે અને એક આર્થિક શક્તિ તરીકે ઉભરી આવશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.