GovernmentGovtNEWS

અમદાવાદીઓને પ્રોપર્ટી ટેક્સના વ્યાજમાં 75 ટકા માફીનો લાભ

Ahmedabadites benefit from 75 percent waiver in property tax interest

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત આગામી તા. 8 ઓગસ્ટથી તા. 21 ઓક્ટોબર, 2022 સુધીના 75 દિવસ દરમિયાન રેસિડેન્શિયલ, કોમર્શિયલ સહિત તમામ મિલકતો અને જૂની તથા નવી ફોર્મ્યુલા હેઠળ પ્રોપર્ટી ટેક્સની બાકી રકમ પરના વ્યાજમાં 75 ટકા માફી આપવામાં આવશે. મ્યુનિ. રેવન્યુ કમિટીમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે અને સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી મળ્યા પછી આ સ્કીમ અમલી બનશે. આ સ્કીમ હેઠળ અંદાજ રૂ. 250 કરોડની આવક થવાની શક્યતા છે. ચાલુ વર્ષ એટલેકે 2022-23ના પ્રોપર્ટી ટેક્સના બાકી લેણાં માટે આ સ્કીમ લાગુ પડશે નહીં ટેક્સ વિભાગમાં 57,000 અરજીઓ પર બાકી ટેક્સ માટે હાલ 18 ટકા વ્યાજના બદલે આ સ્કીમ અંતર્ગત વ્યાજમાં 75 ટકા રાહત આપવાને લીધે 4.5 ટકાના સાદા વ્યાજ દરે લાગુ પડશે. ટેક્સ વિભાગમાં લાંબા સમયથી ચાલતી કોર્ટ મેટરોનો ઝડપથી નિકાલ કરાશે.

રેવન્યુ કમિટી ચેરમેન જણાવ્યું હતું કે, દેશની આઝાદીની 75 વર્ષ નિમિત્તે શહેરીજનોને પ્રોપર્ટી ટેક્સના બાકી લેણાંના વ્યાજમાં 75 દિવસ માટે વ્યાજ માફીનો લાભ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. મ્યુનિ. દ્વારા તમામ પ્રકારના મિલકતધારકોને વ્યાજ માફીની સ્કીમનો લાભ અપાશે. આ હેતુસર નાગરિકોએ 2021-22 સુધી પ્રોપર્ટી ટેક્સની રકમ પૂરેપૂરી ભરી હશે તેમને 75 ટકા વ્યાજ માફીનો લાભ મળશે. મ્યુનિ. દ્વારા પ્રોપર્ટી ટેક્સની બાકી રકમ પર સૂચિત 75 ટકા વ્યાજ માફી યોજનાનો શહેરીજનો મહત્તમ લાભ લઈ શકે તે હેતુસર આ યોજનાનો વ્યાપક પ્રચાર અને પ્રસાર કરવામાં આવશે. ટેક્સ વિભાગમાં ઘણાં લાંબા સમયથી ચાલતા કોર્ટ વિવાદનો ઝડપથી અંત લાવી શકાય તે માટે અધિકારીઓને સૂચના અપાઇ છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- સંદેશ.

Show More

Related Articles

Back to top button
Close