Big StoryCivil EngineeringCivil TechnologyCommercialConstructionDevelopersHousingInfrastructureNEWSResidentialUrban Development

અમદાવાદમાં ટૂંક સમયમાં 30 માળની 10 ગગનચુંબી ઈમારતો બનશે, શું હશે આ ઈમારતોમાં ખાસ?

10 skyscrapers of 30 floors will soon be built in Ahmedabad, what will be special about these buildings?

ગોતામાં એક ફેમસ ગુજરાતી રેસ્ટોરાંને તોડીને 30-35 માળના ચાર ટાવર ઉભા કરવાની તૈયારી, SG હાઈવેની આસપાસ પણ બનવાની છે 30 માળની બિલ્ડિંગ્સ. હાઈરાઈઝ બિલ્ડિંગની સ્કીમમાં ખૂલ્લી સ્પેસ છોડવાનો વધુ અવકાશ મળતો હોવાથી વધારે એમિનિટીઝ ઓફર કરી શકાતી હોવાનો બિલ્ડરોનો મત. શહેરમાં આગામી સમયમાં બનનારી હાઈરાઈઝ બિલ્ડિંગમાં 3500 કરોડ જેટલું રોકાણ થશે.

શહેરના પોશ વિસ્તારોમાં આમ તો 12-14 માળની બિલ્ડિંગો કોઈ નવી વાત નથી, પરંતુ હવે જલ્દી અમદાવાદની શકલ બદલાવવા જઈ રહી છે. ટોચના સૂત્રોનું માનીએ તો, શહેરમાં 30 માળની 10 જેટલી હાઈ-રાઈઝ બિલ્ડિંગો ઉભી કરવાની હાલ હલચલ ચાલી રહી છે. સરકારી સૂત્રો તેમજ રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા કેટલાક લોકો જણાવી રહ્યા છે કે, આગામી સમયમાં અમદાવાદમાં ઉભી થનારી આ ગગનચુંબી ઈમારતોમાં 3500 કરોડ રુપિયા જેટલું રોકાણ થવાનું છે. જેમાં રેસિડેન્શિયલ, કોમર્શિયલ તેમજ મિક્સ ડેવલપમેન્ટ સ્કીમનો સમાવેશ થાય છે.

શહેરી વિકાસ વિભાગ તેમજ કોર્પોરેશન તરફથી હાલ 30-32 માળના ત્રણ પ્રોજેક્ટને મંજૂરી પણ આપી દેવાઈ છે. આ ત્રણેય સ્કીમ સોલા-હેબતપુર ભાડજ, બોડકદેવ તેમજ શીલજ-થલતેજ-હેબતપુરમાં બનવાની છે તેવું કોર્પોરેશનના સૂત્રો જણાવે છે. આ પ્રોજેક્ટ્સમાં 30 માળના પાંચ ટાવર બનાવવામાં આવશે. હાઈ-રાઈઝના વધી રહેલા ટ્રેન્ડ અંગે વાત કરતા CREDAI અમદાવાદના પ્રમુખ તેજસ જોષી જણાવે છે કે, 30 માળ સુધીની બિલ્ડિંગોને અપ્રુવલ મળવાનું પ્રમાણ વધ્યું છે. કુલ 10 જેટલા પ્રોજેક્ટ પ્રસ્તાવિત, પ્લાનિંગ તેમજ અપ્રુવલના અલગ-અલગ તબક્કામાં છે. 30 માળ સુધીની એક બિલ્ડિંગ ઉભી કરવા પાછળ 350 કરોડ સુધીનો ખર્ચ આવશે. રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા સૂત્રોનું માનીએ તો, ત્રણ પ્રોજેક્ટ પ્લાનિંગના તબક્કામાં છે, જ્યારે વધુ ચાર AMC તરફથી પરવાનગી મેળવવાની રાહમાં છે.

હાલ ગોતા વિસ્તારમાં આવેલી એક વિલેજ-થીમ પર બનાવાયેલી ગુજરાતી રેસ્ટોરાંનું ડિમોલિશન ચાલી રહ્યું છે. જ્યાં ચાર ટાવર ઉભા કરવાનું આયોજન છે, જેમાંથી બે ટાવર 35 માળના જ્યારે બાકીના બે 30 માળના હશે. પ્રોજેક્ટના પ્રમોટર્સમાંના એક વિક્રમ ભરવાડ જણાવે છે કે, તેમણે પોતાની આવનારી સ્કીમની મંજૂરી માટે અરજી આપી દીધી છે. આ સ્કીમ કોમર્શિયલ ઉપરાંત રેસિડેન્શિયલ પણ હશે તેમજ તેમાં હોટેલ માટે પણ સ્પેસ હશે. આ વિસ્તારમાં ફ્લાયઓવર અને રસ્તાની પહોળાઈ વધવાથી કનેક્ટિવિટી પણ વધી છે. જેના પરિણામે પ્રિમિયમ પ્રોપર્ટીની ડિમાન્ડમાં વધારો આવ્યો છે.

એસજી રોડ પર પણ આગામી સમયમાં હાઈ-રાઈઝ બિલ્ડિંગ્સ જોવા મળશે, જેમાં રાજપથ ક્લબ પાસે બનનારી 41 માળની બિલ્ડિંગનો પણ સમાવેશ થાય છે. અમદાવાદની એક રિયલ એસ્ટેટ ફર્મના ડિરેક્ટર અજય સોની જણાવે છે કે, તેઓ એસજી હાઈવે પર 30 માળની બિલ્ડિંગ્સ ઉભી કરવા આયોજન કરી રહ્યા છે. શહેરમાં રેસિડેન્શિયલ તેમજ કોમર્શિયલ પર્પઝ માટે હાઈરાઈઝ બિલ્ડિંગની ડિમાન્ડ વધી રહી છે. વળી, તેનાથી ડેવલપર્સને વધારે ખૂલ્લી જગ્યા છોડવાનો પણ અવકાશ મળે છે અને તેનાથી વધુ એમિનિટિઝ ઓફર કરી શકાય છે.

CGDCR 2017 હેઠળ સરકારે મોટા શહેરોમાં હાઈરાઈઝ તેમજ આઈકોનિક બિલ્ડિંગ્સ માટે ખાસ લાભોની જાહેરાત કરી છે. જેમાં 36 મીટર સુધીની પહોળાઈ ધરાવતા રસ્તો હોય તો FSI 4 સુધી વધારી આપવાનો પણ સમાવેશ થાય છે. તેના માટે ઓગસ્ટ 2021માં ખાસ કમિટિ પણ બનાવાઈ હતી.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- આઈ એમ ગુજરાત.

Show More

Related Articles

7 Comments

  1. Pingback: ks quik 2000
  2. Pingback: lasik
  3. Pingback: dk7
Back to top button
Close