અમદાવાદમાં કન્સ્ટ્રક્શન સાઈટ્સ પર ચેકિંગ કરાયું, મચ્છરોના બ્રિડીંગ મળતાં 6 કન્સ્ટ્રક્શન સાઈટ સીલ
Construction sites checked in Ahmedabad, 6 construction sites sealed after mosquito breeding
અમદાવાદ શહેરમાં થયેલાં ભારે વરસાદના કારણે મચ્છરજન્ય રોગો ન વધે તેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરના બ્રિડીંગ અંગેની ચેકિંગ કામગીરી કરવામાં આવી રહી છે. કોમર્શિયલ તથા કન્સ્ટ્રક્શન સાઇટ્સના પ્રિમાઇસિસની ચેકિંગની સઘન ઝુંબેશરૂપે કામગીરી કરવામાં આવી હતી. જેમાં વિવિધ વિસ્તારોમાં કુલ 664 કન્સ્ટ્રક્શન સાઇટ્સ અને કોમર્શિયલ ચેક કરી હતી. 402 સાઇટને નોટિસ આપવામાં આવી છે અને 6 કન્સ્ટ્રક્શન સાઈટને સીલ કરવામાં આવી છે. કુલ રૂ. 14.31 લાખનો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગમાં આવતા મેલેરિયા ખાતાના અધિકારીઓએ આજે ચેકિંગ કર્યું હતું. જેમાં રામોલમાં ધ વિલોસ, સાબરમતીમાં ધ શાશ્વત હાઇટ, સ્પંદ રિયલ્ટી, અને ગોતામાં સેવન્થ યશ સાઇટને સીલ કરવામાં આવી છે.
જ્યારે લાંભામાં લક્ષ્મી આશિયાના અને નિકોલમાં EWS આવાસ યોજનાની જ્યોતિ ઈન્ફ્રાટેકની એડમિન ઓફિસને સીલ કરવામાં આવી છે. આ ઉપરાંત અલગ અલગ સાઇટો ઉપર ચેકિંગ કરી અને રૂપિયા 50000થી લઈ 3000 સુધીનો દંડ કરવામાં આવ્યો છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.
11 Comments