Civil EngineeringCivil TechnologyConstructionGovernmentGovtInfrastructureNEWSPROJECTSUrban Development
1000 કરોડના ખર્ચે સુરત મહાનગરપાલિકાનું નવું બિલ્ડીંગ બનશે, STCની મંજૂરી
The new building of Surat Municipality will be constructed at a cost of Rs 1000 crore, STC Approves
શહેરની સબજેલ વાળી જગ્યા પર પાલિકાના મુખ્ય વહીવટી ભવનને બનાવવા સ્ટેટ ટેક્નિકલ કમિટી (STC)એ નવી ડિઝાઇન સાથે મંજૂરી આપી છે. શુક્રવારે પાલિકા અને એસટીસીની બેઠક મળી હતી. 105મી હાઇટના ટ્વિન ટાવરમાં 74 મીટરની ઉંચાઇએ`સ્કીપ ફ્લોર` ઓપન રખાશે. જેથી આગ જેવી ઘટનામાં બધાં એક જગ્યાએ ભેગા થઇ શકે. ડિઝાઈનમાં પરિવર્તનથી પ્રોજેક્ટ કોસ્ટ વધતા પાલિકાને નવા વહીવટી ભવન બનાવવામાં 1 હજાર કરોડથી વધુનો ખર્ચ થશે. અગાઉ જાહેર બાંધકામ સમિતિ ની બેઠકમાં અધ્યક્ષ રોહિણીબેન પાટિલે રૂપિયા 898.91 કરોડ રૂપિયાના અંદાજને મંજૂરી આપી હતી.
નવું વહીવટી ભવન દક્ષિણ ગુજરાતની સૌથી ઊંચી ઇમારત હશે
- સુચિત ઈમારત દક્ષિણ ગુજરાત પ્રદેશની સૌથી ઉંચી ઈમારત હશે અને દેશની સૌથી ઉંચી સિટી ઈમારતમાંની એક હશે.
- સુચિત ઈમારતની ડિઝાઈનનો હેતુ Indian Green Building Councilના ઉચ્ચતમ લક્ષ્યાંકોને પ્રાપ્ત કરવાનો પ્રયાસ રહેશે.
- સાઈટ એરીયા-22,563 ચોમી, બિલ્ટઅપ એરીયા : 2,19,230 ચોમી
- સ્ટાફ વિઝીટર્સના પાર્કિંગ માટે ગ્રાઉન્ડથી નીચે 4 લેવલ બેઝમેન્ટ.
- બેઝમેન્ટ-1 માં વિઝીટર્સના પાર્કિંગ
- બેઝમેન્ટ–2,3 અને 4માં પાલિકા સ્ટાફ અને અન્ય સરકારી ઓફિસોના સ્ટાફ પાર્કિંગનો સમાવેશ.
- ગ્રાઉન્ડ લેવલની ઉપર કુલ ચાર લેવલ પોડીયમના આયોજન પૈકી ગ્રાઉન્ડ લેવલ પર સીટી સીવીક સેન્ટર, સિકયોરીટી એન્ડ સી.સી.ટી.વી. સર્વેલન્સ, વી.આઈ.પી. પાર્કિંગ તેમજ ઉપરના ચાર લેવલ પોડીયમમાં વહીવટી તેમજ ચૂંટાયેલી પાંખની બે અલગ વિન્ગ માં ઓફિસ.
એ-બી બે ટાવરો બનાવાશે
- ટાવર–A (G+28), પાલિકાની ઓફિસોનો સમાવેશ થશે, ટાવર ઊંચાઈ : 105.15 મી.
- ટાવર-B (G+28), સુરત શહેરમાં આવેલી રાજય તથા કેન્દ્ર સરકારની વિવિધ ઓફિસોનો સમાવેશ ઊંચાઈ : 105.15 મી.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.
7 Comments