Civil EngineeringCivil TechnologyCommercialDevelopersNEWSPROJECTS

Real Estate: મકાનના બદલે હવે ઓફિસ સ્પેસમાં રોકાણ કરવામાં વધુ ફાયદો

Real Estate: More advantage of investing in office space now instead of building

એક્સપર્ટ્સનું કહેવું છે કે હાલમાં રિયલ્ટી માર્કેટમાં ડિમાન્ડ અને સપ્લાયની જે સ્થિતિ છે તેને જોતા ફ્લેટ કે બંગલાના (residential real estate) બદલે ઓફિસ સ્પેસમાં રોકાણ કરવાથી વધારે ઉંચું વળતર મળી શકે છે. વર્ક ફ્રોમ હોમના કારણે કેટલાક સમય સુધી ઓફિસ સ્પેસની માંગ ઘટી હતી. પણ હવે કર્મચારીઓ ઓફિસે આવી રહ્યા છે અને માંગ વધી છે.

રોકાણ અને તેના પરના વળતરને જોવામાં આવે તો ઓફિસ સ્પેસમાં કરેલું રોકાણ અનેક ગણું વધારે ફાયદાકારક છે. રિયલ એસ્ટેટ ક્ષેત્રના જાણકારો કહે છે કે ભાડાની આવક અને પ્રોપર્ટીની કિંમતમાં થયો વધારો ઓફિસ સ્પેસને વધારે આકર્ષક બનાવે છે.

કોમર્શિયલ પ્રોપર્ટીના ભાવમાં તાજેતરમાં જંગી વધારો થયો છે, પરંતુ ઓફિસ સ્પેસ હજુ પણ થોડી વાજબી ભાવે મળે છે. 2021માં ભારતમાં જે લિઝિંગ એક્ટિવિટી થઈ હતી તેમાં 41 મિલિયન ચોરસ ફૂટ જગ્યાના સોદા થયા હતા અને 16 ટકાનો વધારો થયો હતો. જોકે, 2021માં જ 50 મિલિયન ચોરસ ફૂટ નવી ઓફિસ સ્પેસ ઉમેરાઈ હતી. તેના કારણે કુલ ઓફિસ સ્પેસનો સપ્લાય 773 મિલિયન ચોરસ ફૂટ થયો હતો. ઓવરસપ્લાય જેમ જેમ વધશે તેમ ઈન્વેસ્ટર્સને વાજબી ભાવે પ્રોપર્ટી ખરીદવામાં મદદ મળશે.

ભાડાની વધુ સારી આવક
રેસિડેન્શિયલ માર્કેટ કરતા કોમર્શિલ રિયલ એસ્ટેટને એટલા માટે વધુ પસંદ કરવામાં આવે છે કારણ કે તેમાં ભાડાની ઉપજ (rental income) વધારે હોય છે. કોવિડ વખતે લોકો વર્ક ફ્રોમ હોમ કરતા હોવાથી ઓફિસ સ્પેસની માંગ ઘટી હતી. હવે ઈકોનોમી ખુલી છે અને વધુ લોકો ઓફિસે જઈને કામ કરવા લાગ્યા છે. આ ઉપરાંત ઘરેથી કામ કરીને કંટાળેલા લોકો પણ શેર્ડ ઓફિસ સ્પેસ શોધતા હોય છે. તેથી ઓફિસ સ્પેસમાં જેટલો સપ્લાય વધે છે તેટલી ડિમાન્ડ પેદા થાય છે.

ડાઈવર્સિફિકેશનનો ફાયદો
તમારા પોર્ટફોલિયોને ડાઈવર્સિફાઈ કરવા અને તેના રિસ્કને સ્પ્રેડ કરવામાં પણ ઓફિસ સ્પેસ વધુ ફાયદાકારક છે. સ્ટોક માર્કેટમાં મળતા વળતરની કોઈ ગેરંટી હોતી નથી, ત્યારે રિયલ એસ્ટેટ એક નિશ્ચિત વળતર અપાવે છે અને દર વર્ષે તમે ભાડું વધારી શકો છો. આ ઉપરાંત પ્રોપર્ટીના ભાવમાં પણ વધારો થાય છે.

ઓફિસને કેટલા સમય માટે હોલ્ડ કરવી?
કોઈ પણ રોકાણના સાધનની જેમ રિયલ એસ્ટેટમાં પણ હોલ્ડિંગના સમયગાળાનું મહત્ત્વ હોય છે. તમે ઓફિસ સ્પેસ ખરીદી હોય અને સારા વળતરની અપેક્ષા રાખતા હોવ તો તમારે ઓછામાં ઓછા પાંચ વર્ષ માટે જગ્યા હોલ્ડ કરવી જોઈએ.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- આઈ એમ ગુજરાત.

Show More

Related Articles

Back to top button
Close