Civil EngineeringCivil TechnologyConstructionGovernmentGovtInfrastructureNEWSPROJECTSUrban Development

પ્રોજેક્ટમાં ફેરફાર: નરોડા-મુઠીયા ગામથી ઘોડાસર સુધીની 22 કિમી ખારીકટ કેનાલને હવે ઢાંકી દેવાશે

Changes in the project: 22 km Kharikat canal from Naroda-Muthiya village to Ghodasar will now be covered

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાંથી પસાર થતી 142 વર્ષ જૂની 12 કિલોમીટર લાંબી ખારીકટ કેનાલને ઢાંકી અને તેના ઉપર રોડ બનાવી ગંદકી અને દુર્ગંધની સમસ્યાને કાયમ માટે દૂર કરવાનો પ્રોજેકટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સૌથી મોટા રૂ.1200 કરોડના પ્રોજેક્ટની માહિતી અંગેનું પ્રેઝન્ટેશન પૂર્વ વિસ્તારના તમામ ધારાસભ્યો અને બંને સંસદ સભ્યો સમક્ષ કરવામાં આવ્યું હતું. ધારાસભ્યો અને સંસદ સભ્યોના સૂચનો લેવામાં આવ્યા હતા જેમાં નરોડા સ્મશાન ગૃહ ની જગ્યાએ થી નરોડા મૂઠિયા ગામથી આ પ્રોજેક્ટ શરૂ કરવા તેમજ વિંઝોલ એક્સપ્રેસ વેથી આગળ જશોદાનગર ફરી અને ઘોડાસર સુધી ત્રણ કિલોમીટરની નાની કેનાલો છે તેને પણ આ પ્રોજેક્ટમાં સમાવેશ કરી લેવા માટેનું સૂચન કરવામાં આવ્યું હતું. જેને માન્ય રાખી અને હવે આ પ્રોજેક્ટમાં નરોડા મુઠિયાથી શરૂ કરી અને ઘોડાસર સુધી લંબાવવામાં આવશે.

પૂર્વ વિસ્તારમાં ખારીકટ કેનાલ ઢાંકી અને પશ્ચિમ વિસ્તારમાં જે રીતે રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યું છે તેઓ જે નવો રિવરફ્રન્ટ જેવો વિકાસ કરવા માટેના આ કરોડો રૂપિયાના પ્રોજેક્ટમાં આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ પદાધિકારીઓ, ધારાસભ્યો અને સંસદ સભ્યોના સૂચનો લેવામાં આવ્યા હતા. ત્રણ કિલોમીટરની નાની કેનાલોને પણ સમાવેશ કરી અને તેને ઢાંકી દેવાની રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવી છે. ઉપરાંત પશ્ચિમ વિસ્તારમાં વાડજ પાસેના ચંદ્રભાગા ગરનાળાને પણ આજ રીતે ઢાંકી દેવા માટેની રજૂઆત કરવામાં આવી હતી. ચાંદખેડા IOC રેલવે ફાટકથી નીકળતી આ કેનાલ કાળીગામ, રાણીપ ગામ, બકરમંડી થઈ વાડજ પાસે આ ચંદ્રભાગા ગરનાળામાં મળે છે જેથી આ આખી ચેનલ ને પણ આ જ રીતે ઢાંકી દેવા માટે રજૂઆત કરાઇ હતી.

પ્રોજેકટ મુજબ નરોડા સ્મશાનથી વિંઝોલ વહેળા સુધી રૂ. 1200 કરોડના ખર્ચે કેનાલને ડેવલોપ કરવામાં આવશે. ખારીકટ કેનાલના ડેવલોપમેન્ટ થવાના કારણે પૂર્વ વિસ્તારમાં કેનાલની આસપાસ રહેતા 10 લાખથી વધુ લોકોને વર્ષોથી વરસાદી પાણી બનાવવાની તેમજ ગટરની દુર્ગંધની જે સમસ્યા હતી તે દૂર થશે. રીંગરોડ જેવો એક આખું નવો રોડ પૂર્વ વિસ્તારના લોકોને ઉપયોગ માટે મળશે. જોકે હવે આ પ્રોજેક્ટમાં નરોડા મૂઠિયાથી કામગીરી શરૂ કરી અને ઘોડાસર સુધી લંબાવવામાં આવી છે

રૂ. 1200 કરોડનો પ્રોજેકટ પાંચ તબક્કામાં પૂર્ણ થશે

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે આ મામલે જણાવ્યું હતું કે અમદાવાદ શહેર માટે સૌથી મોટો પ્રોજેક્ટ તેઓ ખારીકટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે ટેન્ડરની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પાંચ તબક્કામાં આ ખારીકટ કેનાલનો ડેવલોપમેન્ટનો પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવશે. 12.07 કિલોમીટર લાંબી આ ખારીકટ કેનાલ ડેવલોપમેન્ટ માટે ૫ અલગ-અલગ કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપવામાં આવશે જેથી ઝડપથી આ કામગીરી પૂર્ણ કરવામાં આવે.

RCC બોક્સથી આખી કેનાલ ઢાંકી ઉપર રોડ બનાવાશે

વોટર સપ્લાય એન્ડ ડ્રેનેજ કમિટીના ચેરમેન જતીન પટેલે જણાવ્યું હતું કે ખારીકટ કેનાલના ડેવલોપમેન્ટ માટે છેલ્લા એક વર્ષથી અમારી ટીમ મહેનત કરી રહી હતી અને અલગ-અલગ ડિઝાઇનો તૈયાર કરી હતી સરકારના સિંચાઈ વિભાગ સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી. સિંચાઈ વિભાગ દ્વારા 73.63 ક્યુબિક મીટર પ્રતિ સેકન્ડ પાણી વહન કરી શકે તે રીતે નરોડા સ્મશાનથી વિંઝોલ સુધી પ્રિકાસ્ટ બોક્સ કેનાલ અને કેનાલના બંને તરફ આર.સી.સી સ્ટ્રોમ વોટર બોક્સ નાખી અને આખી ખારીકટ કેનાલને ઢાંકી ઉપર રોડ બનાવવામાં આવશે. રૂ.1200 કરોડના પ્રોજેક્ટમાં રૂ. 600 કરોડ રાજ્ય સરકાર તરફથી ફાળવવામાં આવશે વર્લ્ડ બેંક તરફથી રૂ. 455 કરોડ અને બાકીની રકમઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ગ્રાન્ટમાંથી ખર્ચ કરવામાં આવશે

જીઆઇડીસીમાં જોડાણ મેગાલાઇનને બદલવામાં આવશે

કેનાલની આસપાસ આવેલી સોસાયટીઓના કેટલાક ગટર કનેકશન જે છે તેને મુખ્ય ડ્રેનેજ પાઈપ લાઈનમાં જોડી દેવામાં આવશે. જે તે સોસાયટીના જુના જોડાણો છે તેને મુખ્ય પાઇપલાઇનમાં જોડી અને ડ્રેનેજ ની સમસ્યા દૂર થશે જ્યારે જે પણ ફેક્ટરીઓને કંપનીઓના કેમિકલયુક્ત પાણી કેનાલમાં છોડવામાં આવતા હતા તે મેગાલાઈનને લઈને કરવામાં આવશે. ખારીકટ કેનાલ ઉપર 11 જેટલા નાના બ્રિજ આવેલા છે જેને તે જ સ્થિતિમાં રાખવામાં આવશે. ટ્રાન્સપોર્ટેશનની સુવિધા વધારવા કેનાલ ઉપર રોડ અને સ્ટ્રીટ લાઇટ નાખવામાં આવશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.

Show More

Related Articles

Back to top button
Close