GovernmentGovtNEWS

આજથી મિલકતોના દસ્તાવેજ પેન્ડિંગ રહેશે નહીં, અધૂરા પુરાવા હશે તો રજિસ્ટ્રેશન બંધ

From today, property documents will not be pending, if there is incomplete evidence, registration will be closed

પુરતા આધાર પુરાવાનો અભાવ. સ્ટેમ્પ ડ્યૂટી નક્કી કરવા બજાર કિંમત સહિત અનેક કારણોસર સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં જમીન મિલકતના દસ્તાવેજોની નોંધણી પેન્ડીંગ રાખવામાં આવે છે. જેના કારણે પાછળથી નોંધણીને તબક્કે પક્ષકારો-અધિકારીઓ વચ્ચે ભ્રષ્ટાચાર, ગોટાળા થાય છે. તેનો અંત લાવવા મહેસૂલ વિભાગે એક જ ઝાટકે નોંધણીની પ્રક્રિયા પેન્ડીંગ રાખવા ઉપર પ્રતિબંધ મુક્યો છે. નોંધણી સર નિરીક્ષક અને સુપ્રિ. ઓફ સ્ટેમ્પ્સ જેનું દેવનની સહીથી મંગળવારે પ્રસિધ્ધ પરિપત્રનો ૧લી જૂલાઈથી કરવા કહેવાયું છે. આથી શુક્રવારને અષાઢી બીજથી અધુરા પુરાવા સાથે રજૂ થતા તમામ દસ્તાવેજોનું રજિસ્ટ્રેશન બંધ થશે.

મહેસૂલી રેકર્ડમાં દસ્તાવેજના એન્ડોર્સમેન્ટ પેજ તેમજ પેન્ડિંગ રજિસ્ટરમાં પેન્ડિંગ બાબતે કોઈ જ નોંધ થતી નથી. એટલું જ નહી. પક્ષકાર તરફથી ખુટતા આધારા પુરાવા રજૂ કરવા કોઈ સમય મર્યાદા પણ નક્કી નથી. મિલકતનું મુલ્ય નક્કી કરવાનો સમયગાળો ફિક્સ નથી. તેનો આ સંજોગોમાં ઓછી સ્ટેમ્પ ડ્યૂટીના લાભ સામે આર્થિક ભ્રષ્ટાચાર વધે છે. વહિવટી ગોટાળા થતા સરકારને નુકશાન થાય છે. માટે પરીપત્ર મારફતે તમામ સબ રજિસ્ટ્રાર. નાયબ કલેક્ટરોને આદેશ થયો છે. જેમાં કહેવાયુ છે કે, નોંધણી અધિનિયમ-૧૯૦૮, નોંધણી નિયમો- ૧૯૭૦, સ્ટેમ્પ એક્ટ- ૧૯૫૮, બજાર કિંમત નક્કી કરવાના નિયમો- ૧૯૮૪. પરિપત્રો, સ્થાયી સુચના મુજબ તમામ સ્તરેથી ચકાસણી કર્યા બાદ યોગ્ય જણાય તો જ દસ્તાવેજ નંબર જનરેટ કરવો. જો આ તમામ જોગવાઈ પરિપૂર્ણ કરે તેવા દસ્તાવેજોની નોંધણી કરવી નહી. એટલુ જ નહિ. આ અંગેની જાણ પક્ષકારને લેખિતમાંકરી કચેરીની નકલ (O/C)માં તેની સહી લઈને ૭ દિવસમાં આધાર પુરાવા રજૂ કરવા, સ્ટેમ્પ ડ્યૂટીની અધુરી રકમ ભરપાઈ કરવાની જાણ કરવી. જો પક્ષકાર ૭ દિવસની અંદર ખુટતી બાબતની પૂર્તતા ન કરે. સ્ટેમ્પ ડ્યૂટીની અધુરી રકમ ભરપાઈ કરવામાં નિષ્ફળ રહે તો આ દસ્તાવેજ તેને પરત આપી દેવાનો રહેશે. ૭ દિવસ પછી પૂર્તતા થશે તો પક્ષકારને નવેસરથી ટોકન લેવું પડશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- સંદેશ.

Show More

Related Articles

Back to top button
Close