Civil EngineeringCivil TechnologyConstructionGovernmentGovtInfrastructureNEWSPROJECTSUrban Development

હિંમતનગરથી ઉદયપુર સુધીની રેલ લાઇનની કામગીરી પૂર્ણ, ટૂંક સમયમાં ટ્રેનો દોડશે

Rail line from Himmatnagar to Udaipur is complete, trains will run soon

હિંમતનગર-ઉદયપુર વચ્ચેની ૨૦૮.૪૮ કિ.મી.લાંબી નવી બ્રોડગેજ રેલવે લાઇનની કામગીરી આશરે ૧,૬૪૮ કરોડના ખર્ચે પુરી થઇ જવા પામી છે.  કમિશનર ઓફ રેલવે સેફ્ટિ દ્વારા નિરિક્ષણનું કામ પણ પુરૂ કરી દેવાયું છે.ઉત્તર પશ્ચિમ રેલવેના અજમેર વિભાગની આ લાઇનમાં ખારવાચાંદા-જયસમંદર સુધીના ૩૭ કિ.મી.લાંબા ટ્રેકને બ્રોડગેજમાં પરિવર્તિત કરી દેવાથી હવે આ લાઇન ચાલુ થઇ જશે.

અમદાવાદના અસારવાથી હિંમતનગર વચ્ચેની બ્રોડગેજ લાઇન શરૂ થઇ જતા અમદાવાદથી ઉત્તર ગુજરાત જવામાં સરળતા વધી છે. હવે હિંમતનગરથી ઉદયપુર સુધી રેલવે લાઇન ચાલુ કરવાની મહત્વકાંક્ષી યોજના પુરી થવાના આરે છે. 

આ અંગે રેલવેના અધિકારીઓના જણાવ્યા મુજબ ઉદયપુર-હિંમતનગર વચ્ચેની ૨૦૮ કિ.મી.લાંબી રેલવે લાઇનની કામગીરી પુરી કરાઇ છે. ઉદયપુર તરફની ખારવાચાંદા–જયસમંદર સુધીની ૩૭ કિ.મી.ની લાઇનનું બ્રોડગ્રેજનું કામ પણ પુરૂ કરાયું છે. ઉદયપુર-ડુંગરપુર, હિંમતનગરના બ્રોડગેજનું નેટવર્ક ઉત્તર અને પશ્ચિમ ભારતના રેલ નેટવર્કને વધુ મજબૂત બનાવશે. આ લાઇન પણ દેશના બ્રોડગેજ નેટવર્ક સાથે જોડાઇ જતા સમય, શક્તિ, ખર્ચનો બચાવ થશે, મુસાફરી સરળ બનશે. રેલવેના લાખો મુસાફરોને તેનો ફાયદો થશે.

અમદાવાદથી દિલ્હી જવા માટે રેલવેનો ત્રીજો રૂટ મળશે

દિલ્હી-અમદાવાદ વચ્ચેના રેલ નેટવર્કનો વધુ એક વૈકલ્પિક રૂટ મળી રહેશે. આ રૂટથી અમદાવાદથી દિલ્હીની મુસાફરીનું અંતર ઘટતા મુસાફરી સમયમાં બચત થશે. હાલ મુંબઇ તરફથી આવતી ટ્રેનો વડોદરાથી રતલામ થઇને મધ્યપ્રદેશના રૂટેથી  દિલ્હી જાય છે. બીજા રૂટમાં વડોદરાથી અમદાવાદ થઇને પાલનપુર,રાજસ્થાન થઇને દિલ્હી તરફ ટ્રેનો દોડે છે.

હિંમતનગર-ઉદયપુર રેલવે લાઇન ચાલુ થતા જ દિલ્હી જવા માટેની ત્રીજી લાઇન ખુલી જશે. આ લાઇનથી અંતર ઘટશે અને મુસાફરી વધુ ઝડપી, સસ્તી અને આરામદાયક બની રહેશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- ગુજરાત સમાચાર.

Show More

Related Articles

Back to top button
Close