વડોદરા: અલકાપુરીમાં રૂ.11 કરોડના ખર્ચે ઓટોમેટેડ મલ્ટિલેવલ પાર્કિંગ બનશે
Vadodara: Alkapuri to have automated multilevel parking at a cost of Rs 11 crore
વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આર.સી. દત્ત રોડ પર ટુ અને ફોર વ્હીલર્સ માટે 11 કરોડના ખર્ચે મલ્ટીલેવલ પાર્કિંગ બનશે. ઓટોમેટેડ મલ્ટીલેવલ પાર્કિંગમાં એક સાથે 107 ટુ વ્હીલર અને 74 ફોર વ્હીલર્સ પાર્ક થાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે. ટુ વ્હીલર્સ માટે ગ્રાઉન્ડ પ્લસ વન અને ફોર વ્હીલર્સ માટે ગ્રાઉન્ડ પ્લસ 6 લેવલ પાર્કિંગ બનશે.
RC દત્ત રોડ પર નવી સુવિધા ઉભી કરાશે
શહેરના અલકાપુરી વિસ્તારના આર.સી. દત્ત રોડ પર ટુ અને ફોર વ્હીલર વાહનો માટે પાર્કિંગની જગ્યા મળતી નથી. પાર્કિંગની અસુવિધા હોવાને કારણે રાહદારીઓને હાલાકી ભોગવવી પડે છે. નો પાર્કિંગમાં ટુ વ્હીલર પાર્ક કરે તો ટ્રાફિકની ક્રેઇન વાહનો લઇ જાય અને ફોર વ્હીલર્સને ટ્રાફિક પોલીસ લોક મારી તગડો દંડ વસુલે છે. શહેરના સૌથી વ્યસ્ત વિસ્તારમાં પાર્કિંગની સમસ્યાના નિરાકરણ માટે કોર્પોરેશન દ્વારા આર. સી.દત્ત રોડ પર બેંક ઓફ બરોડા પાસે પોલીસ ચોકીની બાજુ ખુલ્લી જગ્યામાં મલ્ટીલેવલ પાર્કિંગ બનાવશે. કોર્પોરેશન દ્વારા 11 કરોડના ખર્ચે આર.સી. દત્ત રોડ પર 885.29 સ્કેવર મિટરની જગ્યામાં કોર્પોરેશન અને ફોર વ્હીલર્સ વાહનો માટે ઓટોમેટેડ મલ્ટીલેવલ પાર્કિંગ બનાવાશે. મલ્ટીલેવલ પાર્કિંગમાં 107 ટુ વ્હીલર અને 74 ફોર વ્હીલરનું પાર્કિંગ થઇ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. ટુ અને ફોર વ્હીલર્સ માટે ત્યા અલાયદા વ્યવસ્થા કરવામાં આવશે. ટુ વ્હીલર્સ માટે ગ્રાઉન્ડ પ્લસ વન લેવલ બનશે, જ્યારે ફોર વ્હીલર્સ માટે ગ્રાઉન્ડ પ્લેસ લેવલનું પાર્કિંગ બનશે. ઉલ્લેખનીય છે કે, ઓટોમેટેડ મલ્ટીલેવલ પાર્કિંગના ઓપરેશન માત્ર બે વ્યક્તિઓ દ્વારા થઇ શકશે.
ગ્રાઉન્ડથી પાંચમા લેવલ સુધી 12-12 અને છઠ્ઠા લેવલે 14 કારનું પાર્કિંગ
ઓટોમેટેડ મલ્ટીલેવલ પાર્કિંગ સિસ્ટમના ગ્રાઉન્ડથી પાંચ લેવલ સુધી 12-12 કાર્સ, જ્યારે 64 લેવલે કાર્સનું પાર્કિંગ થઇ શકશે. બીજી તરફ, ગ્રાઉન્ડ અને ફર્સ્ટ લેવલે 55-55 ટુ વ્હીલર્સ પાર્ક કરી શકાશે.
પ્રોજેક્ટનું કામ ટૂંક સમયમાં શરૂ થશે
મલ્ટીલેવલ પાર્કિંગમાં 74 ફોર વ્હીલર્સ અને 110 ટુ વ્હીલર્સના પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવશે. આધુનિક પાર્કિંગના પ્રોજેક્ટનું કામ ટૂંક સમયમાં શરૂ થશે. મલ્ટીલેવલ પાર્કિંગની સુવિધાના ઉપયોગ માટે કોર્પોરેશન ચોક્કસ ધારા ધોરણ નક્કી કરશે. ડૉ. હિતેન્દ્ર પટેલ, ચેરમેન, સ્થાયી સમિતિ, VMC
મીની રોટરી અને પઝલ પાર્કિંગમાં બે વિકલ્પ હોય છે
મલ્ટીલેવલ પાર્કિંગમાં મીની રોટરી અને પઝલ પાર્કિંગનો વિકલ્પ હોય છે. મીની રોટરી પાર્કિંગમાં માત્ર એક એન્ટ્રી અને એક જ એક્સિટ હોય છે. પઝલ પાર્કિંગમાં ઓછામાં ઓછી લગભગ 350 સ્કેવર મિટર જેટલી જગ્યાની જરૂરિયાત પડે છે. પઝલ પાર્કિંગમાં ગ્રાઉન્ડ લેવલ પર જેટલી કાર્સનું પાર્કિંગ હોય તેટલી એન્ટ્રી અને એક્સિટ હોય છે. જેમાં 100થી લઇને 1000 ગાડીના પાર્કિંગની સિસ્ટમ બની શકે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- સંદેશ.
10 Comments