Big StoryCivil EngineeringCivil TechnologyConstructionGovernmentGovtInfrastructureNEWSPROJECTSUrban Development
સુરત-ઉધના રેલવે સ્ટેશને વધુ 4 પ્લેટફોર્મ સાથે રૂફ પ્લાઝા મોલ અને કોમર્શિયલ ટાવર પણ આકાર લેશે
Roof Plaza Mall and Commercial Tower will be formed along with 4 more platforms at Surat-Udha railway station.
સુરત અને ઉધના રેલવે સ્ટેશનને આંતરરાષ્ટ્રીય કક્ષાના બનાવવાની કવાયત સરકારે શરુ કરી દીધી છે. 18મીએ વડાપ્રધાન મોદીએ વડોદરાથી સુરત, ઉધના, સાબરમતી અને સોમનાથ સ્ટેશનનું ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું. રેલવે લેન્ડ ડેવલોપમેન્ટ ઓથોરિટીએ વર્ષ 2021માં આ યોજના તૈયાર કરી હતી. સુરતને પહેલા ચરણમાં 1100 કરોડ અને ઉધનાને 212 કરોડના ખર્ચે રીડેવલપ કરાશે.
સુરતમાં પહેલા ચરણ માટે 800 કરોડનો ખર્ચ કરાશે જ્યારે 300 કરોડ રાજ્ય સરકાર ખર્ચશે. અગાઉની મલ્ટિ મોડલ ટ્રાન્સપોર્ટ હબ યોજના પડતી મૂકી ડિઝાઇન અને નિયમોમાં ફેરફાર કરાયા હતા. દિવાળી પહેલા રિડેવલોપમેન્ટનું કામ દેખાવા માંડશે એવું રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું.
સુરત સ્ટેશન : મલ્ટિ ટ્રાન્સપોર્ટ હબની ડિઝાઇનમાં ફેરફાર કરાયા
- મેટ્રો, સિટી બસ, બીઆરટીએસ અને ટેક્સી વે ઇન્ટરકનેક્ટ થશે.
- બસ સ્ટેન્ડ અને કોમર્શિયલ ટાવર એક બીજા સાથે જોડાશે.
- મુસાફરોની ભીડને ધ્યાને રાખી કોનકોર્સનું નિર્માણ થશે.
- 18 મી. ઊંચાઈ પર રુફ પ્લાઝા ટાવર તેમજ મોલ બનાવાશે
ઉધના : 2040 સુધીમાં રોજ 75 હજારનું આવાગમન હશે
- પ્લેટફોર્મ 1 અને 5ને જોડવા સેન્ટ્રલ કોનકોર્સ અને રસ્તો હશે
- 7.50 મીટર પર પ્લેટફોર્મ, ફૂટ ઓવર બ્રિજ હશે
- -કોનકોર્સમાં ફક્ત ટિકિટ સાથેના લોકોને જ પ્રવેશ
- પ્રવેશ અને નિકાસ દ્વાર અલગ-અલગ બનાવાશે
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.
7 Comments