ગતિશક્તિ વિદ્યાલયમાં લટકતી લાઈબ્રેરી, રૂ.571 કરોડના ખર્ચે તૈયાર થનાર ગ્રીન બિલ્ડિંગનું કામ ઓક્ટોબરથી શરૂ કરાશે
Library hanging in Gatishakti Vidyalaya, green building to be constructed at a cost of Rs 571 crore will start from October
18મીએ દેશની પ્રથમ ટ્રાન્સપોર્ટ યુનિવર્સિટી ગતિશક્તિનું ખાતમુહૂર્ત વડાપ્રધાનના હસ્તે કરાશે. લાલબાગ ખાતે રૂ. 571 કરોડના ખર્ચે બનનાર આ યુનિવર્સિટી બિલ્ડીંગ ગ્રીન બિલ્ડિંગ બનાવાશે. યુનિવર્સિટીનું પ્લેટિનમ રેટિંગ મેળવાશે. ગતિશક્તિ વિશ્વવિદ્યાલયના સત્તાધીશો દ્વારા જાણવા મળ્યા મુજબ લાલબાગ કેમ્પસ એન્વાયરમેન્ટ ન બગડે તે માટે આ બિલ્ડીંગને ઝીરો ડિસ્ચાર્જ કેમ્પસ બનાવવામાં આવશે. જેથી તેનું કોઈપણ પ્રકારનો કચરો બહાર નીકળે નહીં કે પાણી પણ બહાર જાય નહીં.
ઓક્ટોબરથી કામગીરી શરૂ કરાશે, જે માર્ચ 2025માં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે યુનિવર્સિટીમાં 800 વિદ્યાર્થીઓને રહેવા માટેની વ્યવસ્થા પણ કરાશે. વિશ્વવિદ્યાલયનું બિલ્ડીંગ આર્કિટેકટની દ્રષ્ટિએ પણ દેશમાં આગવું સ્થાન ધરાવે છે. જોવાલાયક સ્થળ તરીકે પણ આ બિલ્ડિંગ ઓળખ ઊભી કરશે દેશના ખ્યાતનામ આર્કિટેકટ હાફિસ કોન્ટ્રાક્ટરને આ માટે નિયુક્ત કર્યા છે. બિલ્ડિંગનો રેલવેના બ્રિજ ગડર જેવો આકાર બહારથી જોવા મળશે. બિલ્ડિંગની અંદર બનનાર લાઇબ્રેરી લટકતી હોય તેવી ડિઝાઈન કરાઇ છે.
રેલવેની થીમ પર દેશની પ્રથમ બિલ્ડિંગ
દેશમાં રેલવેની થીમ પર પ્રથમ બિલ્ડિંગ બનશે, ઇજનેરીને લગતા વિવિધ આયામો પણ સમાવાશે,આર્કિટેકટ દ્વારા આ બિલ્ડીંગની ડિઝાઇનો પેટર્ન કરાવાઇ છે. બિલ્ડીંગ જોવાલાયક સ્થળ તરીકે ખ્યાતિ પામશે.> વિવેકકુમાર, જીએમ, સીસી, રેલવેે વિકાસ નિગમ લિમિટેડ
વિશેષતાઓ, કુલ ત્રણ બિલ્ડિંગ બનશે
- 9.78 લાખ સ્ક્વેર ફૂટમાં આકાર પામશે
- રૂ.571 કરોડ કુલ ખર્ચનો અંદાજ
- 400 રૂમની વ્યવસ્થા હોસ્ટેલ બિલ્ડિંગમાં
- 800 વિદ્યાર્થીઓને રહેવાની ક્ષમતા
- 2000 વિદ્યાર્થીઓને ભણવાની ક્ષમતા
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.
10 Comments