અમદાવાદના શેલામાં નવા તળાવનું અમિત શાહ દ્વારા ખાતમુહૂર્ત
Amit Shah lay foundation new lake in Shela, Ahmedabad
કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિત શાહે રવિવારે સાંજે એમના ગાંધીનગર સંસદીય મતવિસ્તારમાં પડતા અને અમદાવાદ શહેરના દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં સમાવાતા શેલા ગામના 5.45 હેક્ટર વિસ્તારમાં આવેલા તળાવના બ્યૂટિફીકેશન ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રોજેક્ટ વાપીની યુનાઈટેડ ફોસ્ફરસ લિમિટેડ કંપની તેના સીએસઆરના ભાગરૂપે હાથ ધરાશે, જેમાં તળાવ ઉપરાંત વોક-વે, ફૂટબ્રિજ, આઉટડોર જિમ્નેશિયમ, મૂર્તિ વિસર્જનની જગ્યા, પાર્કિંગ સર્જાશે. અમિત શાહે જણાવ્યું હતું કે, શેલામાં આ ઉપરાંત અમૃત તળાવ પણ બનશે.
ગાંધીનગર સંસદીય ક્ષેત્રના સાણંદના શેલા ગામ ખાતે તળાવનું નવીનીકરણ અને બ્યુટીફીકેશન કાર્યનો શિલાન્યાસ કર્યો.આનાથી આજુબાજુના વિસ્તારના ખેડૂતોને સિંચાઈમાં ફાયદો થશે અને અન્ય નાના જળાશયોના પાણીના સ્ત્રોતમાં વધારો કરવામાં તેમજ પર્યાવરણ સંરક્ષણમાં પણ મદદ મળશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.
7 Comments