સુરતના સ્થાયી અધ્યક્ષે રિંગ રોડ મલ્ટીલેયર ઓવર બ્રિજની મુલાકાત લઈ કહ્યું- ‘ટેક્નોલોજીથી બનેલા બ્રિજને ઝડપથી ખુલ્લો મૂકાશે’
Visiting Surat's Ring Road Multilayer Over Bridge, the Standing Chairman said, "The bridge built with technology will be opened soon."
સુરતના રિંગ રોડ સહારા દરવાજા ખાતે તૈયાર થયેલો મલ્ટી લેયર રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે. સુરતમાં ટેક્સટાઇલ માર્કેટ અને સ્ટેશન વિસ્તાર હોવાને કારણે રિંગ રોડ ફ્લાયઓવર બ્રિજ ખૂબ જ વ્યસ્ત રહે છે. એક્સપાન્શનની કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે. જે જોઈન્ટ મારવામાં આવ્યા છે. તેનો ક્યોરીંગનો સમય ચાલી રહ્યો છે. મલ્ટીલેયર ઓવરબ્રિજનો સ્ટ્રેન્થન રિપોર્ટ પણ આવવાનો બાકી છે. ઝડપથી બ્રિજ લોકો માટે ખુલ્લો મૂકી દેવાશે.ત્યારે આજે સ્થાયી સમિતીના અધ્યક્ષે મુલાકાત લઈને બ્રિજને ઝડપથી ખુલ્લો મૂકાશે તેવી વાત કરી હતી.
9 માર્ચથી કામગીરી ચાલી રહી છે
સુરત શહેરની જીવાદોરી અને ટ્રાફિકથી સતત વ્યસ્ત એવા રિંગરોડ ફૂલાય ઓવરબ્રિજની લાંબા સમય બાદ રિપેરીંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. રિપેરીંગની કામગીરી કઠીન હોવાથી બ્રિજને બંધ કરીને કામગીરી થઇ રહી છે. હાલ બ્રિજનું રિહેબિલિટેશન અંતર્ગત સુપર સ્ટ્રક્ચર લિફટીંગ સાથે બેરીંગ રિપ્લેસમેન્ટની કામગીરી ચાલી રહી છે. રિપેરીંગની કામગીરી શરૂ કરવા માટે તા.9 માર્ચથી 8 મે સુધી બ્રિજ પર વાહન વ્યવહારનો પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.
જોઈન્ટ માટે ક્યોરીંગનો સમય
સ્થાયી સમિતિના અધ્યક્ષ પરેશ પટેલે જણાવ્યું છે કે, બ્રિજ નવી આધુનિક ટેકનોલોજીથી બનાવવામાં આવ્યો છે. બ્રિજ ઉપર સૌથી મહત્વના સ્પાન મૂકવાના હતા. તેની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. ટેક્નિકલી સ્પાન મૂકવામાં આવતા હોય છે. તેના જોઈન્ટ માટે ક્યોરીંગનો સમય આપવામાં આવતો હોય છે. જેના કારણે તેની સ્ટ્રેન્થ વધુ મજબૂત થતી હોય છે. આજે બ્રિજની મુલાકાત લેવાનો અમારો હેતુ એટલો જ હતો કે, ઝડપથી લોકો માટે આ બ્રિજને ખુલ્લો મૂકી દેવો. જે નવી ટેકનોલોજીથી આ બ્રિજ બનાવ્યો છે. મને એવી આશા છે કે, જ્યારે લોકો આવી જ ઉપરથી પસાર થશે ત્યારે યુએસના કોઈ બ્રિજ પરથી પસાર થતા હોય એ રીતનો અનુભવ લોકોને થશે તેવી મને આશા છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.
10 Comments