105 કલાક, 33 મીનિટમાં 75 કિ.મીનો રોડ નિર્માણ કરીને, ભારત સરકારની NHAI એ સર્જયો ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ
By constructing 75 km road in 105 hours, 33 minutes, NHAI of Government of India created Guinness Book of World Records
ભારત સરકારના રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રાલયની નોડલ એજન્સી નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડિયા(NHAI) એ 105 કલાક અને 33 મિનીટમાં અમરાવતીથી અકોલા સુધીનો 75 કિલોમીટરનો ડામર-કોંક્રિટમાંથી સિંગલ લાઈન રોડ નિર્માણ કરીને, ગિનીસ બુક ઓફ વર્લ્ડ રિકોર્ડમાં પોતાનું નામ સુર્વણ અક્ષરે અંકિત કરાવ્યું છે. આ વિશ્વ કક્ષાની સિદ્ધિની ભરપેટ પ્રસંશા કરતાં કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નિતીન ગડકરીએ જણાવ્યું છે કે, એનએચએઆઈએ 105 કલાક અને 33 મિનીટમાં મહારાષ્ટ્રના અમરાવતીથી અકોલા સુધીનો 75 કિલોમીટરનો ડામર-કોંક્રિટમાંથી સિંગલ લાઈન રોડ નિર્માણ કરીને, ભારત સરકારે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી છે.
105 કલાક અને 33 મિનીટમાં નિર્માણ કર્યો 75 કિલોમીટરનો ડામર રોડ.
કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીએ નેશનલ હાઈવે-53 પર અમરાવતીથી અકોલા સુધી 75 કિલોમીટરનો ડામર- કોંક્રિટનો સિંગલ લાઈન રોડ નિર્માણ કરીને ભારતે વિશ્વભરમાં સૌથી ઝડપી રોડ નિર્માણ કરવામાં રેકોર્ટ બનાવ્યો છે, જેનો સૌ ભારતીયોએ ગર્વ લેવો જોઈએ.
વધુમાં ગડકરીએ જણાવ્યું હતું કે, નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડિયાની અસાધરણ ટીમ, સિવીલ એન્જીનીયર્સની કુનેહ, નિર્માણકર્તા કંપની રાજપથ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમિટેડ અને જગદીશ કદમના સહિયારા પ્રયાસથી આ રેકોર્ડ નિર્માણ છે જેથી સૌ અભિનંદનને પાત્ર છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
19 Comments