રાંદેરના 200 વર્ષ જૂના મકાન જેવી એરપોર્ટની ડિઝાઇન તૈયાર
Airport design like Rander's 200 year old building ready
એએઆઇએ સુરત એરપોર્ટના ફ્રન્ટ એલિવેશનની ડિઝાઇનમાં ફેરફાર કર્યો છે. અંદાજે 200 વર્ષ જૂના રાંદેરના જૈન ટ્રસ્ટના મકાનના પહેલા માળની ડિઝાઇનને પસંદ કરાઈ છે. એએઆઇ રૂ. 353 કરોડના ખર્ચે સુરત એરપોર્ટના ડેવલોપમેન્ટનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે. 58%થી વધુકામ પૂર્ણ થઈ ગયું છે અને બિલ્ડિંગ 31મી ડિસેમ્બર 2022 સુધીમાં તૈયાર થઈ જશે.
13મી સદીના જૈન અને મુસ્લિમ સ્થાપત્ય શૈલીના આધારે બનેલા રાંદેરના આ ઐતિહાસિક 200 વર્ષ જૂના મકાનની ડિઝાઇન મુજબ સુરત એરપોર્ટના ફ્રંટ એલિવેશનને ડિઝાઇન કરવામાં આવ્યું છે.
ટર્મિનલની વિશેષતા : નવું ટર્મિનલ 25,520 ચો.મી.ના ક્ષેત્રમાં તૈયાર થશે, જે દર કલાકે 1200 ઘરેલું અને 600 આંતરરાષ્ટ્રીય મુસાફરોને સંચાલિત કરવામાં સક્ષમ હશે. આ ટર્મિનલમાં 20 ચેક-ઇન કાઉન્ટર્સ, 5 એરોબ્રિજ, 5 બેગેજ બેલ્ટ, 475 વાહનો અને કાર પાર્કિંગ હશે. સુરતમાં એક સાથે 23 વિમાનો પાર્કિંગ થઇ શકશે. એપ્રોનનું વિસ્તરણ અને પેરેલલ ટેક્સી ટ્રેકનું નિર્માણ થશે. એરોબ્રિજ 2થી વધીને 5 થશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.
5 Comments