નવા શહેરો સહિત જૂના શહેરોમાં યુટિલિટી કોરિડોર નિર્માણ કરીને, ન્યૂં ઈન્ડિયા નિર્માણને ગતિ આપો.
Accelerate the construction of New India by constructing utility corridors in old cities, including new ones.
ભારત હવે ન્યૂં ઈન્ડિયા બનવા તરફ જઈ રહ્યું છે. ત્યારે આપણે પણ બદલાવવું જરુરી છે. ત્યારે અહીં દરેકને અસરકર્તો મુદ્દો છે કે, ગુજરાતના મોટાં શહેરો અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા અને રાજકોટ સહિત તમામ નાના મોટાં શહેરોમાં છાશવારે કોઈને કોઈ વિસ્તારમાં તો, માનવ જરુરિયાતો પાણી, વીજળી, ગેસ પાઈપલાઈન, ફાયબર કેબલ લાઈન જેવી લાઈનો માટે ખોદકામ ચાલતું જ હોય છે ત્યારે અહીં સવાલ થાય છે કે, હવે ન્યૂ ઈન્ડિયામાં યુટિલિટી કોરિડોર નિર્માણ કરીને, જૂના શહેરોમાં યુટિલીટી કોરિડોર નિર્માણ કરીને કાયમ માટે આ પ્રકારની પરેશાનીઓમાંથી મુક્તિ મળે અને ન્યૂં ઈન્ડિયા માટે આપણે સૌ ગતિમાન બનીએ.
જો કે, ભારત સરકાર દ્વારા નવા જેટલા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ, નેશનલ હાઈવે કે ગ્રીન ફિલ્ડ શહેરોમાં યુટિલિટી કોરિડોર નિર્માણ પામી રહ્યા છે. તેમજ ગુજરાતના અમદાવાદ પણ કેટલાક વિસ્તારોમાં યુટિલિટી કોરિડોર નિર્માણ કરવામાં આવી રહ્યા છે જે એક હકારાત્મક પ્રયાસ સરાહનીય છે.
પરંતુ, હજુ, દેશભરમાં શહેરોમાં જૂના જમાનાની સિસ્ટમ જ ચાલુ છે તો તેમાં પણ જો યુટિલિટી કોરિડોર નિર્માણ કરવામાં આવે તો, માત્ર પ્લગ એન્ડ પ્લે દ્વારા જ આપણે જીવન જરુરિયાતની સુવિદ્યાઓ આપી શકીએ. સાથે સાથે સરકારની રુપિયા પણ બચે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
12 Comments