દક્ષિણ ભારતના તિરુપતિ રેલ્વે સ્ટેશનને કરાશે વર્લ્ડ ક્લાસ રિ-ડેવલપ, 2023માં પૂર્ણ થશે કાર્ય
World class redevelopment of Tirupati railway station in South India, to be completed in 2023
આપ જોઈ રહ્યા છો, તે ફોટા છે, તિરુપતિ રેલ્વે સ્ટેશનના વર્લ્ડ ક્લાસ રિ-ડેવલપમેન્ટના. ભારત સરકારની યોજના મુજબ, આવનારા સમયમાં દેશમાં અંદાજિત 100થી વધુ રેલ્વે સ્ટેશનોને રિ-ડેવલપ કરીને વર્લ્ડ ક્લાસ બનાવવાનું લક્ષ્ય છે. જે અંતર્ગત હાલમાં અનેક રેલ્વે સ્ટેશનો રિ-ડેવલપ થઈ રહ્યાં છે. દક્ષિણ ભારતનું પ્રખ્યાત યાત્રાધામ એવા તિરુપતિ મંદિર જ્યાં આવેલું છે તે તિરુપતિ રેલ્વે સ્ટેશનને રિ-ડેવલપ કરવામાં આવી રહ્યું છે.
ભારત સરકારના કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે પોતાના ટ્વીટર પર તિરુપતિ રેલ્વે સ્ટેશનના રિ-ડેવલપના માસ્ટર પ્લાનના ફોટો શેર કર્યાં છે. જેમાં બતાવવામાં આવ્યું છે કે, તિરુપતિ રેલ્વે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ સુવિદ્યાઓ આપવામાં આવશે. રેલ્વે મંત્રાલયના જણાવ્યાનુસાર આ રેલ્વે સ્ટેશનનું રિ-ડેવલપમેન્ટનું કાર્ય 2023માં પૂર્ણ કરી દેવામાં આવશે.
નોંધનીય છે કે, ધ તિરુપતિ રેલ્વે સ્ટેશન રિ-ડેવલપમેન્ટ પ્લાનનું સંચાલન રેલ્વે લેન્ડ ડેવલમેન્ટ ઓથોરિટી દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટ સરકારની બિનઉપયોગી જમીન પર નિર્માણ પામવા જઈ રહ્યો છે. આ પ્રોજેક્ટ પીપીપી મોડેલ આધારિત બનાવવામાં આવશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
8 Comments