BusinessConstructionDevelopersHousingInfrastructureNEWS

મકાન બનાવવું વધુ મોંઘું થશે, સિમેન્ટ કંપનીઓ બેગ દીઠ સરેરાશ રૂ.55 વધારે તેવી સંભાવના

Building construction will be more expensive, cement companies likely to raise Rs 55 per bag on average

રશિયા-યુક્રેન યુધ્ધ ફેક્ટર સિમેન્ટ, સ્ટીલ તથા લોખંડ-કોલસા પર મોટા પાયે પડી છે. કિંમતોમાં થઇ રહેલા સતત વધારાના કારણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મોટા પાયે ફટકો પડ્યો છે. દેશમાં રિયલ એસ્ટેટ, ઇન્ફ્રા પ્રોજેક્ટની કામગીરી અટકી છે. છેલ્લા છ માસથી કિંમતો સતત વધી રહી છે. આગામી સમયમાં ઈન્ડિયા સિમેન્ટ લિમિટેડે સિમેન્ટના ભાવમાં પ્રતિ થેલી 55 રૂપિયાનો વધારો કરવાની યોજના બનાવી છે. આ ઉપરાંત અન્ય કંપનીઓ પણ ભાવ વધારાની તૈયારીમાં છે.

કંપની 26,000 ચોરસ ફૂટ જમીનનો એક ભાગ વેચીને મિલકતનું ડિમોનેટાઇઝેશનની યોજના ધરાવે છે. સિમેન્ટના ભાવમાં 1 જૂને 20 રૂપિયા, 15 જૂને 15 રૂપિયા અને 1 જુલાઈએ 20 રૂપિયાનો વધારો કરશે. સિમેન્ટની કિંમતમાં વધારો કંપનીના ખર્ચને આવરી લેશે. કંપની આ વધારો તબક્કાવાર કરવામાં આવશે. કંપનીના એક ટોચના અધિકારીએ જાણકારી આપી હતી. ઇન્ડિયા કંપની તેની 26,000 ચોરસ ફૂટ જમીનનો એક ભાગ વેચીને સંપત્તિનું મુદ્રીકરણ કરવાની પણ યોજના ધરાવે છે.

આ કમાણીનો ઉપયોગ દેવું ચૂકવવા અને મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટને સુધારવા માટે કરવામાં આવશે. શું કેટલાક સિમેન્ટ ઉત્પાદકો સિમેન્ટના છૂટક ભાવમાં ઘટાડો કરવાનું વિચારી રહ્યા છે ત્યારે તેઓએ ઉલ્લેખ કર્યો કે હાલ ઘટાડાની સંભાવના નહીંવત્ છે. મોટા ભાગની કંપનીઓ પર ઇનપૂટ ખર્ચનો બોજો વધી રહ્યો છે જેને નિવારવા માટે કિંમતમાં વધારો વાજબી છે.

RMCની માગથી હેરિટેજ ઇન્ફ્રાએ વિસ્તરણ સાધ્યું
કન્સ્ટ્રક્શન કંપનીઓ પૈકી હેરિટેજ ઇન્ફ્રાસ્પેસ પ્રાઇવેટ લિમિટેડે તેના રેડી-મિક્સ કોંક્રિટ (આરએમસી) બિઝનેસનું વિસ્તરણ કર્યું છે. આ નવી પ્રોડક્શન સુવિધાનો ઉદ્દેશ્ય શહેરમાં માળખા અને રિયલ એસ્ટેટ સેક્ટરની રેડી-મિક્સ કોંક્રિટની સતત વધી રહેલી માગને પૂર્ણ કરવાનો છે. 60 ક્યુબિક મીટર્સની ઉત્પાદન ક્ષમતા ધરાવે છે અને નવો પ્લાન્ટ કુલ ક્ષમતામાં વધુ 112 ક્યુબિક મીટર્સનો ઉમેરો કરવા સાથે વોલ્યુમમાં વધારો થશે. કોંક્રિટ પ્લાન્ટના કૂલિંગ માટે વોટર ચિલર સહિતની નવીન ટેક્નોલોજીથી સજ્જ પ્લાન્ટથી કોંક્રિટના ઝડપી અને ગુણવત્તાયુક્ત ઉત્પાદનને વેગ આપશે. કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર ગગન ગોસ્વામીએ જણાવ્યું કે આ સુવિધા દ્વારા અમે અમારા તમામ ક્લાયન્ટ્સને ખૂબજ સ્પર્ધાત્મક કિંમતે ઉચ્ચ-ગુણવત્તાયુક્ત રેડી-મિક્સ કોંક્રિટ સપ્લાય કરવા માગીએ છીએ. આગામી વર્ષોમાં બજારના પ્રતિસાદને આધારે અમે ગુજરાતમાં સુરત, રાજકોટ અને વડોદરા જેવાં માર્કેટ્સમાં પણ અમારી ઉપસ્થિતિ વિસ્તારવાની યોજના ધરાવીએ છીએ.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.

Show More

Related Articles

Back to top button
Close