Big StoryConstructionGovernmentGovtInfrastructureNEWSPROJECTSUrban Development

સચિવાલયના 14 બ્લોકમાં રિનોવેશન થશે, જૂનું સચિવાલય તોડીને નવું કરાશે.

The 14 blocks of the Secretariat will be renovated, the old Secretariat will be demolished and made new

ગુજરાત સરકાર વર્ષ 1984-85માં તૈયાર થયેલા નવા સચિવાલયને રિનોવેટ અને વર્ષ 1976માં આકાર પામેલા જૂના સચિવાલયને રિ-ડેવલપ કરવા આગળ વધી રહી છે. જેના માટે રુ. 750 કરોડના ખર્ચનો અંદાજ તૈયાર થઈ રહ્યો છે. જેમાં નવા સચિવાલયના 14 બ્લોકનું રિપેરિંગ અને ડૉ. જીવરાજ મહેતા સંકૂલ સ્થિત જૂના સચિવાલયના 19 બ્લોકને તોડીને ચારખૂણે આઠ હાઈરાઈઝ બિલ્ડિંગમાં વહેંચવાનું આયોજન છે.

અલગ ગુજરાત રાજ્યની સ્થાપનાના 70 વર્ષ બાદ સરકારમાં નવા ઉમેરાયેલા વિભાગો, કમિશનરેટ, નિગમો, આયોગો અને મંડળોને કારણે ગાંધીનગરમાં કચેરીઓ સંચાલન માટે જગ્યાઓ ખૂટી પડતા પાંચેક વર્ષ અગાઉ નવા સચિવાલયની દક્ષિણ દિશાએ કર્મયોગી ભવન બનાવવામાં આવ્યું હતું. જો કે, ત્યાં નિર્માંણાધિન ત્રીજા બ્લોકમાં જગ્યા નથી. બીજી તરફ 46 વર્ષ જૂના ડૉ. જીવરાજ મહેતા ભવન (જૂના સચિવાલય સંકૂલ)ના 19 બ્લોકની આયુષ્ય મર્યાદા પૂર્ણ થઈ રહી છે. અલગ રાજ્યની સ્થાપના બાદ એક દાયકા સુધી જૂના સચિવાલયમાંથી રાજ્યના તમામ વિભાગોનો વહીવટ થતો હતો. ત્રણ માળિયા બ્લોકમાં લિફ્ટનો અભાવ તેમજ કમ્પ્યુટર ટેક્નોલોજી આધારીત વહીવટી પ્રક્રિયાને કારણે કચેરીઓમાં બદલાયેલી બેઠક વ્યવસ્થાને કારણે એક દાયકાથી નવી ડિઝાઈન આધારીત નવી કચેરીઓની માંગણી થઈ રહી છે. આથી રુ. 400 કરોડના ખર્ચે જૂના સચિવાલય સંકૂલમાં સર્વપ્રથમ ચારેય દિશામાં બે-બે એમ કુલ 8 હાઈરાઈઝ બિલ્ડિંગ ઊભી કરી, ત્યાં કચેરીઓને ખસેડીને 46 વર્ષ જૂના 19 બ્લોકને તોડી પાડવાનું આયોજન થઈ રહ્યું છે. આ સંદર્ભે અગાઉ બજેટમાં પણ જાહેરાત કરવામાં આવી હતી.

મુખ્યમંત્રી કાર્યાલય સહિત ચૂંટાયેલી પાંખ માટે વિધાનસભાની ઉત્તર-દક્ષિણ દિશાએ સ્વર્ણિમ સંકૂલ-1 અને 2 કાર્યાન્વિત થયાના 9 વર્ષ બાદ સચિવાલય કેમ્પસમાં 14 બ્લોકમાં આવેલી 27 સરકારી વિભાગોની કચેરીઓમાં તબક્કાવાર રિપેરીંગ થતુ રહ્યું છે. પરંતુ, જૂની ઈલેક્ટ્રીક, ફાયર અને ડ્રેનેજ-પાણીની લાઈનો બદલીને નવી ડિઝાઈનથી તમામ બ્લોકને કોર્પોરેટ લૂક આપવા રુ. 250 કરોડના ખર્ચનો અંદાજ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ બંને સંકૂલોની આગામી પાંચેક વર્ષમાં કાયાપલટ થશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- સંદેશ.

Show More

Related Articles

Back to top button
Close