સાબરમતી રિવરફ્રન્ટ ફ્રેઝ-2: બોટ દ્વારા વાસણા બેરેજથી કોતરપુર સુધી જઈ શકાશે
Sabarmati Riverfront Phase-2: From Vasana Barrage to Kotarpur by Boat
ગુજરાત રાજ્યની આર્થિકનગરી અમદાવાદ અને પાટનગર ગાંધીનગર ટ્ટવીન સિટીને જોડતા બે નવીન અને યુનિક રુટ તૈયાર કરાયા છે. એક સાબરમતી રિવરફ્રન્ટ અને બીજો અમદાવાદ-ગાંધીનગર મેટ્રોરેલ પ્રોજેક્ટ. અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-1 નું નિર્માણકાર્ય પૂર્ણ થયું છે. જેની લંબાઈ અંદાજિત 11 કિલોમીટર છે. અને છેલ્લા કેટલાક સમયથી સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-2નું કામ પણ શરુ કરી દેવાયું છે.
સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા નદીના બંને કિનારા પર રિવરફ્રન્ટ ડેવલપ કરવામાં આવી રહ્યો છે. જેમાં હાલ મોટેરા સ્ટેડિયમથી ઈન્દિરા બ્રીજને જોડતા રિવરફ્રન્ટનું કામ ચાલું છે. મોટેરા સ્ટેડિયમથી ટોરેન્ટ પાવર સુધી રિવરફ્રન્ટ ડેલપલ થશે. આમ નદીની બંને બાજુ પૂર્વ અને પશ્વિમ પર 5 કિ.મી.થી વધુ લંબાઈ ધરાવતો રિવરફ્રન્ટ નિર્માણ કરવામાં આવશે.
મળતી માહિતી મુજબ, પૂર્વ તરફના રિવરફ્રન્ટ 1.2 કિ.મીના રિવરફ્રન્ટનું નિર્માણકાર્યમાં 45%નું કામ પૂર્ણ થયું છે. નોંધનીય છે કે, ઈન્દિરા બ્રીજથી કોતરપુર વોટર વર્કસ્ સુધી રિવરફ્રન્ટ ડેવલપ કરવામાં આવશે, જે માટે પણ ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવશે. આ રીતે આવનારા દિવસોમાં અમદાવાદના વાસણા રિવરફ્રન્ટથી ગાંધીનગરના કોતરપુર રિવરફ્રન્ટ સુધી બોટ દ્વારા ગાંધીનગર જઈ શકાશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
17 Comments