Civil EngineeringCivil TechnologyConstructionGovernmentGovtInfrastructureNEWSPROJECTSUrban Development

જાણો- ક્યાં આવ્યું નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું લોકેશન? કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે થશે ખાતમુહૂર્ત.

Know: Where is location of Naranpura Sports Complex ? To be laid foundation stone by Union Home Minister Amit Shah on 29 May.

હાલ દરેક અમદાવાદીના મનમાં થતું હશે કે, નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ક્યાં બને છે. જેથી અમારા માનવંતા વાંચકો માટે બિલ્ટ ઈન્ડિયા મેગેઝિનની ટીમે, આજે નારણપુરા સ્પોટર્સ કોમ્પ્લેક્ષ સ્થળની મુલાકાત લીધી હતી અને એક માહિતીસભર અહેવાલ તૈયાર કર્યો છે.

29 મે-2022ના રોજ સાંજે ચાર કલાકે, દેશના ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે નારણપુરા સ્પોર્ટસ્ કોમ્પ્લેક્ષનું ખાતમુહૂર્ત થશે.

અંદાજિત 600 કરોડમાં નિર્માણ પામવા જઈ રહેલા નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ દેશ સહિત દુનિયાભરમાં જાણીતું બનવા જઈ રહ્યું છે. કારણ કે, 2036માં યોજાનાર ઓલમ્પિક ગેમનું યજમાન ગુજરાત છે. જે માટે ગુજરાત સહિત ભારત સરકાર દ્વારા તડામાર તૈયારીઓ થઈ રહી છે.જેના ભાગરુપે, અમદાવાદ શહેરમાં હાલ અલગ અલગ વિસ્તારોમાં સ્પોટસ્ સંકુલ નિર્માણ સહિત વિવિધ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

જે અંતર્ગત અમદાવાદના નારણપુરા વિસ્તારમાં રન્નાપાર્ક નજીક આવેલા વરદાન ટાવર પાસે આવેલી 20 એકર વિશાળ જમીન પર નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ નિર્માણ પામી રહ્યું છે. જેનું નિર્માણકાર્ય ગુજરાત સહિત દેશની કન્સ્ટ્રક્શન કંપની પીએસપી પ્રોજેક્ટ લિમિટેડ કરવામાં આવશે અને નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની ડીઝાઈનિંગ અને આર્કીટેક્ટ તરીકે અમદાવાદના સચિન ગાંધી એન્ડ અસોસિએટેટ કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે.

મળતીથી માહિતી મુજબ, નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં અલગ અલગ ઈન્ટરનેશનલ સ્તરીય નિર્માણો બનશે.જેમાં ઈનડોર ગેમ્સ અને આઉટડોર ગેમ્સ સહિત ભારતની પરંપરાગત રમત સંકુલોનો સમાવેશ છે. આ કોમ્પ્લેક્ષ નિર્માણકાર્ય અંદાજિત 2025 પૂર્ણ થશે એટલે કે, અઢી વર્ષમાં તૈયાર થઈ જશે. 20 એકર જમીનમાં નિર્માણ પામવા જઈ રહેલા નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં નીચે મુજબ અલગ અલગ રમતો માટે નિર્માણો બનાવવામાં આવશે.જે નીચે મુજબ દર્શાવવામાં આવ્યાં છે.

  • એક્વેટિક સ્ટેડિયમ
  • સેન્ટર ફોર સ્પોર્ટ્સ એક્સેલન્સ
  • ઈન-ડોર મલ્ટી સ્પોર્ટ્સ અરેના
  • કોમ્યુનિટી સ્પોર્ટ્સ સેન્ટર
  • આઉટ-ડોર ટેનિસ કોર્ટ્સ
  • આઉટ-ડોર બાસ્કેટબૉલ કોર્ટ્સ
  • આઉટ-ડોર વૉલિબૉલ કોર્ટ્સ
  • ફિટ ઈન્ડિયા ઝોન
  • પબ્લીક પ્લાઝા
  • યુટિલિટી બ્લૉક

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close