મંદીમાંથી બહાર આવે છે રિઅલ એસ્ટેટ: બીજી લહેરમાં મકાનનું વેચાણ 50% ઘટ્યું, છતાં 50 હજાર કરોડના નવા પ્રોજેક્ટ શરૂ થયા
Real estate emerges from recession: House sales fall 50% in second wave, new projects worth Rs 50,000 crore launched
રાજ્યમાં કોરોના મહામારીની માઠી અસર રિયલ એસ્ટેટ સેક્ટરમાં થઇ છે. કોરોનાની બીજી લહેર બાદ એટલે કે વર્ષ 2021-22માં યુનિટ (મકાન)ના વેચાણમાં 50 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે પણ સ્થિતિ સુધરવાની આશાએ બિલ્ડરોએ આ વર્ષમાં અંદાજે 50 હજાર કરોડની કિંમતના 1921 પ્રોજેક્ટ રેરામાં રજિસ્ટર કરાવ્યા છે. વર્ષ 2020-21માં કોરોનાની શરૂઆતમાં લૉકડાઉન અને તે સમગ્ર વર્ષ અર્થતંત્રને વ્યાપક અસર થઇ હતી છતાં આ વર્ષ દરમિયાન 54,701 યુનિટનું વેચાણ થયું હતું.
રહેણાક મકાનો માટે 14.86 લાખ ચો.મી. જમીન વપરાશે
1 એપ્રિલ 2021થી અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ 1902 પ્રોજેક્ટમાં કુલ 31.14 લાખ ચોરસમીટર જમીન પર નવું ડેવલપમેન્ટ થશે. જેમાં રેસિડેન્શિયલ પ્રોજેક્ટ માટે 14.86 લાખ ચો.મી. જમીનનો ઉપયોગ થશે. 11.24 લાખ ચોમી જમીન પર મીક્સ ડેવલપમેન્ટ, 4.79 લાખ ચો.મી જમીન પર કોમર્શિયલ ડેવલપમેન્ટ થશે જ્યારે 24,592 ચોમી જમીન પર પ્લોટિંગ થશે.
કઇ કેટેગરીના કેટલા નવા પ્રોજેક્ટ લોન્ચ થયા
કેટેગરી | પ્રોજેક્ટ | સંખ્યા | યુનિટ પ્રોજેક્ટ કોસ્ટ |
રહેણાક | 848 | 77134 | 22484 કરોડ |
મિક્સ | 697 | 113028 | 24766 કરોડ |
કોમર્શિયલ | 262 | 30829 | 5993 કરોડ |
પ્લોટ | 114 | 10106 | 761 કરોડ |
સુરતમાં 58 હજાર કરોડના નવા પ્રોજેક્ટ, અન્ય વિસ્તારમાં 17 હજાર કરોડનું રોકાણ
સૌથી વધુ 3210 પ્રોજેક્ટ અમદાવાદમાં છે. આ પૈકી 1624 પ્રોજેક્ટ પૂર્ણ થઇ ગયા છે. બીજા નંબરે સુરતમાં 58 હજાર કરોડના 1259 પ્રોજેક્ટ છે. અન્ય વિસ્તારોમાં 1510 પ્રોજેક્ટમાં માત્ર 17 હજાર કરોડનું મૂડીરોકાણ થયું છે.
અગાઉના વર્ષ કરતાં 16 હજાર કરોડનું વધુ મૂડી રોકાણ
વર્ષ 2021-22માં 16 હજાર કરોડ જેટલા વધુ રોકાણ સાથેના પ્રોજેક્ટ રજિસ્ટર થયા છે. વર્ષ 2020-21માં કોરોનાની અસર તળે 32594 કરોડના પ્રોજેક્ટ નોંધાયા હતા જેની સામે વર્ષ 2021-22માં 48,738 કરોડના પ્રોજેક્ટ રજિસ્ટર થયા હતા.
કોરોના બાદ લોકો પ્લોટેડ ડેવલપમેન્ટ તરફ વધુ વળ્યા તેથી યુનિટના વેચાણમાં ઘટાડો દેખાય છે
કોરોના બાદ અમદાવાદ જેવા મોટા શહેરોમાં પણ હવે પ્લોટેડ ડેવલપમેન્ટનો ટ્રેન્ડ જોવા મળે છે. લોકો હવે જમીન અને પ્લોટની ખરીદી તરફ વળ્યા છે જેથી ફ્લેટના યુનિટના વેચાણની સંખ્યા ઓછી હોય તેવું બની શકે. બીજીતરફ કોમર્શિયલ યુનિટની ડિમાન્ડમાં પણ કોરોના પછી ઘટાડો થયો હતો. – અજય પટેલ, ચેરમેન, ક્રેડાઇ ગુજરાત
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.
5 Comments