ConstructionConstruction EquipmentHousingInfrastructureNEWS

પડતર પ્રશ્નો મામલે સરકારે લેખિત ખાતરી આપતા ક્વોરી માલિકોની હડતાળ સંકેલાઈ

The strike by the quarry owners ended with the government giving written assurance on the costing issues

ગુજરાત રાજ્ય ક્વોરી એસોસીએશન દ્વારા રાજ્યવ્યાપી હડતાળનો આજે 17 મા દિવસે સુખદ અંત આવ્યો હતો. સરકાર અને ક્વોરી માલિકો વચ્ચે આજે યોજાયેલી મિટિંગમાં સરકાર દ્વારા ક્વોરી એસોસીએશનના તમામ પ્રમુખ મુદ્દાઓ ઉપર લેખિતમાં સહમતિ દર્શાવતા આજે હડતાળ સમેટાતા રાજ્યની 3 હજારથી વધુ ક્વોરીઓ ધમધમતી થશે.

રાજ્યભરના ક્વોરી માલિકો ગત તા. 1-5 ના રોજથી વીજળીક હડતાળ પર ઉતરી ગયા હતા. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના સરકારી કામો સામા ચોમાસે બંધ થઈ ગયા હતા. ક્વોરી માલિકો સાથે એકાદ બે નિષ્ફળ મિટિંગના અંતે આજે ગાંધીનગર ખાતે સીજીએમ ઓફિસમાં ખાણ ખનીજ કમિશનર રુપવંતસિંહના વડપણ હેઠળ અન્ય અધિકારી સુત્રો તેમજ ક્વોરી એસોસિએશનના પ્રમુખ હિતેન્દ્રભાઈ ઉપાધ્યાય વગેરેની હાજરીમાં મિટિંગમાં સરકારે લેખિત સંમતિ આપતા હડતાળ સમેટાઈ હતી.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close