NEWS

વિકાસલક્ષી આયોજનોને ધ્યાને રાખી મહેસુલી કાયદાઓમાં ફેરફાર કરવા બદલ મહેસુલ મંત્રીને સન્માનિત કરાયા.

The Revenue Minister was honored for making changes in the revenue laws keeping in view the developmental plans.

ગુજરાતમાં વર્ષો જુના મહેસુલી કાયદાઓ અમલમાં હોવાના કારણે રાજ્યના વિકાસમાં અનેક ગુંચવણો તેમજ અવરોધો ઉદભવતા હતા પરંતુ રાજ્યમાં વિકાસ પ્રક્રિયાને વધુ વેગવંતી બનાવવા મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના મહેસુલ વિભાગ દ્વારા મહેસુલ રીફાર્મની રચના કરી રાજ્યમાં ઝડપથી વિકાસ કામગીરીઓ થાય તેવા હિતને પ્રાધાન્ય આપી જે સરાહનીય નિર્ણય લીધેલ છે તે બદલ ક્રેડાઈ અમદાવાદ-ગાહેડ તથા ક્રેડાઈ ગુજરાતના પ્રતિનિધિઓ દ્વારા તેઓને સન્માનિત કરવામાં આવેલ. આ પ્રસંગે ક્રેડાઈ અમદાવાદના પ્રેસિડેન્ટ તેજસ સી. જોષી, મંત્રી વિરલ જે. શાહ, ઉપપ્રમુખ ધ્રુવ એન. પટેલ, ડીરેક્ટર સાગર શેઠ, મુકેશ ધીયા તથા ક્રેડાઈ ગુજરાતના ચેરમેન અજય જી. પટેલ સહિત અનેક ગણમાન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

મહેસુલ કાયદાની જટીલ પ્રક્રિયામાં સરળીકરણ લાવવાથી રાજ્યનો વિકાસ હરણફાળ ભરશે અને ગુજરાત રાજ્ય વિકાસલક્ષી આયોજનોમાં નવા કીર્તીમાન પ્રસ્થાપિત કરી શકશે તેવા મંતવ્યો પ્રકટ કરવામાં આવેલ.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close