BusinessConstructionDevelopersHousingNEWS

ગિફ્ટ સિટીમાં દરેક ડેવલપર્સ જમીન ખરીદી શકશે.

Every developer will be able to buy land in GIFT City.

દેશની પ્રથમ સ્માર્ટ સિટી ગિફ્ટ સિટી, ગાંધીનગરમાં હવે દરેક ડેવલપર્સ, SEZ અને ડોમેસ્ટીક ઝોનમાં- લીઝ (ભાડા પટ્ટા) પર જમીન ખરીદીને ડેવલપ કરી શકશે. જો કે, ગિફ્ટ સિટીમાં જમીન માત્ર લીઝ પર મળે છે (99 વર્ષના ભાડા પટ્ટા પર).

મળતી માહિતી મુજબ દરેક ડેવલપર્સ ગિફ્ટ સિટીમાં પોતાનો પ્રોજેક્ટ નિર્માંણ કરી શકશે. ગિફ્ટ સિટીના તમામ નિયમોને આધિન જ જમીન ભાડા પટ્ટા પર લઈ શકાશે.

SEZ (Special Economy Zone) અને Domestic આ બે પ્રકારના ઝોનમાં જમીન ભાડાપટ્ટા પર મળશે. આ બંને ઝોનમાં લીઝનો ભાવ અલગ અલગ હશે. અને બંનેના નિયમો પણ અલગ અલગ હશે, પરંતુ ગિફ્ટ સિટી તરફથી આંતર-માળખાકીય સુવિધાઓ સૌ કોઈ મેળવી શકશે.

ગિફ્ટ સિટીમાં જમીન ખરીદનારને Single window clearance દ્વારા તમામ પરવાનગીઓ ગિફ્ટ સિટી અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી દ્વારા આપવામાં આવશે. ગિફ્ટ સિટીમાં જમીન ખરીદવા ઈચ્છનાર ડેવલપર્સની કંપનીના ટર્નઓવર અને તેમના છેલ્લા 10 વર્ષમાં નિર્માંણ કરેલા તમામ પ્રોજેક્ટની વિગતો પણ ગિફ્ટ સિટી દ્વારા તપાસવામાં આવશે, અને તેમાં જે તે ડેવલપર્સ ગિફ્ટ સિટીમાં જમીન ખરીદવા માટે ગિફ્ટ સિટીના નિયમોને આધિન ક્વોલિફાઈડ થશે તેને જ જમીન ભાડા પટ્ટે આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ગિફ્ટ સિટીમાં શરુઆતમાં બહારના ડેવલપર્સ જમીન ખરીદી શકતા ન હતા, પરંતુ છેલ્લા એક વર્ષમાં રાજ્ય સરકારે ગિફ્ટ સિટીનો વૈશ્વિક સ્તરે વિકાસ કરવા માટે આ પ્રકારનો સકારાત્મક અભિગમ અપનાવ્યો છે. પહેલાં વર્ક ટુ હોમના થીમ પર ગિફ્ટ સિટીમાં જમીન આપવામાં આવતી હતી.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close