યુટિલીટી કોરિડોર ટનલ, ગિફ્ટ સિટીના આંતર માળખાકીય ડેવલપમેન્ટનો અદ્દભૂત નમૂનો
Utility Corridor Tunnel, a wonderful example of GIFT City's infrastructural development
દેશના મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર્સ જેવા કે,હાઈરાઈઝ બિલ્ડિંગ, નેશનલ હાઈવે અને હાઈવે સહિત અનેક પ્રકારના વિશ્વસ્તરીય નિર્માણો ગુજરાતમાં બની રહ્યા છે. ત્યારે જાણીએ, દેશની પ્રથમ ફુલ્લી ઓપરેશનલ સ્માર્ટ ગિફ્ટ સિટીમાં નિર્માણ પામેલા વર્લ્ડ ક્લાસ યુટિલીટી કોરીડોરને, આ કોરિડોર ગાંધીનગર ગિફ્ટ સિટીના આંતર માળખાકીય ડેવલપમેન્ટનો એક અદ્દભૂત નમૂનો છે.
બિલ્ટ ઈન્ડિયા મેગેઝિને ગિફ્ટ સીટીની મુલાકાત લીધી હતી.જેમાં ગિફ્ટ સિટીના અધિકારીઓ દ્વારા મળતી માહિતી મુજબ, દેશની પ્રથમ સ્માર્ટ સિટીમાં ઈન્ટરનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને યુટિલીટી કોરિડોર ટનલ ખૂબ જ સારી રીતે ડેવલપ કરવામાં આવી છે. અંદાજિત કુલ 21 કિલોમીટરની લંબાઈ ધરાવતી યુટિલીટી કોરીડોર ટનલમાં પીવાનું શુદ્ધ પાણી, વિજળી કેબલ લાઈન, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, કુલિંગ સિસ્ટમ, ઈન્ટરનેટ કેબલ ફિસિલિટી, ડ્રેનેજ વોટર સહિત તમામ માળખાકીય સુવિદ્યાઓ ડેવપલ કરાઈ છે.
ગિફ્ટ સીટીમાં નિર્માણ કરાયેલી યુટિલીટી કોરિડોર ટનલ, દેશ સહિત વિશ્વના મોટા પ્રોજેક્ટના આંતર માળખાકીય સુવિદ્યાનું એક ઉત્તમ ઉદાહરણ છે.
નોંધનીય છે કે, દેશમાં છેલ્લા દોઢ દાયકાથી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને વિશ્વસ્તરીય બિલ્ડિંગોનું નિર્માણ થઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગિફ્ટ સીટી સહિત દેશમાં 100 સ્માર્ટ સિટી નિર્માણ પામવા જઈ રહી છે જે દેશના વિકાસની એક પારાશીશી છે. છેલ્લા સવા દાયકામાં ગિફ્ટ સીટીનું નામ વિશ્વભરમાં ગુંજતું થયું છે અને હાલ દેશ સહિત દુનિયાની કંપનીઓએ પોતાના પ્રોજેક્ટ કે યુનિટોની સ્થાપના ગિફ્ટ સિટીમાં કરી છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
6 Comments