PSP PROJECTS LTD. નું ન્યૂ વેન્ચર, નળ સરોવર રોડ પરના માણકોલ ગામ નજીક PSP PRECAST FACTORY નો ભવ્ય શુભારંભ
PSP PROJECTS LTD’s new Venture, PSP PRECAST FACTORY Launched at Mankol on Nal Sarovar Road
આવનારા સમયમાં દરેક વ્યકિત પ્રિકાસ્ટ નિર્મિત મકાનો કે ઓફિસ બનાવશે તો તેમાં કોઈ જ નવાઈ નહી. કારણ કે હવે પ્રિ કાસ્ટ યુગ શરુ થઈ ગયો છે.
શનિવાર, 9 એપ્રિલના રોજ નળ સરોવર રોડ પર આવેલા માણકોલ ચોકડી નજીક 50એકર વિશાળ જમીન પર, પીએસપી પ્રોજેક્ટ લિમિટેડે, પ્રિકાસ્ટ ફેક્ટરીનો ભવ્ય શુભારંભ કર્યો છે. જેમાં ગુજરાત રાજ્યના રોડ અને બિલ્ડિંગ વિભાગના પૂર્વ મુખ્ય સચિવ અને વર્તમાન અમદાવાદ-ગાંધીનગર મેટ્રો કોર્પોરેશનના એમડી. એસ.એસ. રાઠોર અને ગુજરાતના રોડ અને બિલ્ડિંગ વિભાગના વર્તમાન મુખ્ય સચિવ એસ. બી. વસાવા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ કન્સ્ટ્રક્શન સેક્ટરના બિઝનેસમેનો મોટીસંખ્યામાં હાજર રહ્યા હતા.
પીએસપી પ્રિકાસ્ટ ફેક્ટરીમાં દર વર્ષે અંદાજિત 30 લાખ સ્કેવર ફૂટ પ્રિકાસ્ટ નિર્માણ કરવાની ક્ષમતા ધરાવતી પ્રિકાસ્ટ મેન્યુફેક્ચરીંગ યુનિટ શરુ કર્યો છે. અહીં કન્સ્ટ્રક્શન ટેક્નોલોજીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કારણ કે, કેટલીક પ્રક્રિયા એવી છે કે જે સ્વંયસંચાલિત થાય છે આપ પ્રિકાસ્ટમાંથી 30 માળ સુધીની બિલ્ડિંગો નિર્માણ કરી શકો છો.
હાલ પીએસપી પ્રિકાસ્ટ ફેક્ટરીમાં કોલમ, બીમ, ફ્લોર, વોલ, સ્ટેરકેસ, ગડર, પેવિંગ સ્લેબ, સોલીડ સ્લેબ, હોલકોર સ્લેબનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને રેસિડેન્શિયલ અને નોન રેસિડેન્શિયલ બંને સેગમેન્ટમાં પ્રિકાસ્ટ કોંક્રિટ પ્રોડક્ટનો વપરાશ થતો હોય છે. પરંતુ, હવે તો, રેસિડેન્શિયલ સેગમેન્ટમાં 30 માળ સુધીનું સુંદર બિલ્ડિંગ નિર્માણ કરી શકાશે. તેમાં પણ અંદાજિત 50 વર્ષ સુધી પ્રિકાસ્ટ બિલ્ડિંગને કોઈ જ પ્રોબ્લેમ થતો નથી. સાથે સાથે પ્રિકાસ્ટ બિલ્ડિંગ ખૂબ જ ઝડપી બની જાય છે અને રુપિયા પણ બચે છે.
ઉલ્લેખનીય છેકે, ભારત સરકાર પણ હાઉસિંગ ફોર ઓલ 2022 ના લક્ષ્યાંકને પહોંચી વળવા લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત પ્રિકાસ્ટ ટેક્નોલોજી સાથે ઝડપી અને મજબૂત પ્રિકાસ્ટ રેસિડેન્શિયલ તથા કોમર્શિયલ બિલ્ડિંગ નિર્માણ કરી રહી છે. ગુજરાતની વાત કરીએ તો, ગુજરાતમાં પ્રિકાસ્ટ માર્કેટનો સૂરજ ઊગી રહ્યો છે. આવનારા દિવસોમાં ગુજરાત પ્રિકાસ્ટ માર્કેટમાં સિદ્ધિ હાંસલ કરશે.
પ્રિકાસ્ટ માર્કેટ 2025 સુધી એન્યૂઅલ વિકાસ દર 5.9 ટકા રહેશે તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. રેસિડેન્શિયલ અને કોમર્શિયલ સેગમેન્ટમાં વતી માંગ અને લો કોસ્ટ, ઉત્તમ ગુણવત્તા, ઝડપી કન્સ્ટ્રક્શન, સમયનો બચાવ જેવા પરિબળોને જોતા આવનારા સમયમાં પ્રિકાસ્ટ માર્કેટમાં ખૂબ જ બૂસ્ટ આવશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા
11 Comments