GovernmentNEWSPROJECTS

અમદાવાદ એરપોર્ટનો 3.6 કિમી લાંબો અને 60 મીટર પહોળો નવો રનવે તૈયાર, 15 એપ્રિલથી ફ્લાઈટો 24 કલાક શરૂ

3.6 km long and 60 m wide runway of Ahmedabad Airport ready, flights start 24 hours from April 15

ઈન્ટરનેશનલ એરપોર્ટના 3.6 કિલોમીટર લાંબા રનવેને એરપોર્ટ મેનેજમેન્ટે લગભગ 200 કરોડથી વધુના ખર્ચે નવેસરથી તૈયાર કર્યો છે. 17 જાન્યુઆરીથી સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ચાલતી આ કામગીરી લગભગ પૂર્ણ ગઈ છે. હાલમાં ચાલતા ટેક્સી-વે તેમજ સ્ટોર્મ વોટર લાઈનની કામગીરી પૂરી થયા પછી રનવે 15 એપ્રિલથી 24 કલાક ચાલુ થઈ જશે.

હાલમાં 180 ફ્લાઈટો ઓપરેટ થાય છે. એરપોર્ટ પર હાલમાં રનવેની સાથે ફક્ત 1.2 કિલોમીટર લાંબો ટેક્સી-વે છે. તેની લંબાઈ રનવે જેટલી કરાય તો એરપોર્ટ પરથી દર કલાકે સરેરાશ 35 ફ્લાઈટ ઓપરેટ થઈ શકશે. ટેક્સી-વે લંબાવવા માટે એરપોર્ટ મેનેજમેન્ટને વધુ જમીનની જરૂર છે. પરંતુ સરદારનગર સાઈડમાં આવેલી કેટલીક સોસાયટીઓ તેમાં અડચણરૂપ બની છે. જો કે લાંબા સમયથી ચાલતી આ સમસ્યા દૂર કરવા એરપોર્ટ મેનેજમેન્ટના અધિકારીઓ પ્રયત્ન કરી રહ્યા છે.

નવી સ્ટોર્મ વોટરલાઈનથી રનવે પર પાણી નહીં ભરાય
એરપોર્ટના રનવે પર ચોમાસા દરમિયાન પાણી ન ભરાય તે માટે રનવે તૈયાર કરવાની સાથે મેનેજમેન્ટે પહેલીવાર રનવેની બંને બાજુ લગભગ 9 કિલોમીટર લાંબી સ્ટોર્મ વોટરલાઈન નખાઈ છે. જેથી વરસાદી પાણીનો નિકાલ થઈ જશે. તેમજ 70 મીટર વિસ્તારમાં જમીન એક મીટર ખોદી તેને કઠણ બનાવાઈ છે. જેથી ભવિષ્યમાં ફ્લાઈટ રનવે પરથી સ્લીપ થાય તો તે માટીમાં ધસીને અટકી જાય.

ટીમ બિલ્ટ ઇન્ડિયા, સૌજન્ય:- દિવ્ય ભાસ્કર.

Show More

Related Articles

Back to top button
Close