ConstructionConstruction TycoonsInfrastructureNEWS

ગુણવત્તાવાળા કામો કરો,,,ટેન્ડરની કિંમતની ચિંતા ના કરો- મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

Do quality work, don't worry about the cost of tender - Chief Minister Bhupendra Patel

આજે અમદાવાદમાં યોજાયેલા, ગુજરાત કૉન્ટ્રાક્ટર્સ એસોસિએશનના અભિવાદન કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે, તમામ કૉન્ટ્રાક્ટર્સને કહ્યું કે ગુણવત્તાવાળા કામ કરો,ટેન્ડરની કિંમતની ચિંતા ના કરો. અને  ગુણવત્તાવાળા કામો માટે સરકાર તમારી પડખે ઊભી છે. મુખ્યમંત્રીના આ પ્રકારના વિકાસલક્ષી નિવેદન થતી ગુજરાતના તમામ કૉન્ટ્રાક્ટર્સ ખુશ થઈ ગયા હતા અને આખો હોલ તાળીઓના ગડગડાડથી ગુંજી ઊઠ્યો હતો.  

વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કોઈ પણ તકલીફ હોય અને સાચી હોય તો તે તકલીફને દૂર કરવાની જવાબદારી ગુજરાત સરકારની છે. અને ગુજરાતના કૉન્ટ્રાક્ટર્સની, કોવિડ મહામારી બાદ મટેરીયલની કિંમત થયેલા ભાવવધારાની જે સમસ્યા હતી તે સાચી હતી. જેથી તેનું નિરાકરણ કર્યું.

આ પ્રસંગે મુખ્યમંત્રીએ ગુજરાત કૉન્ટ્રાક્ટર્સ એસોસિએશના પ્રમુખ અરવિંદ પટેલ, કમલેશ શાહ અને કિશોર વિરામગામા સહિત સંસ્થાના અન્ય હોદ્દોદારોના કામની પ્રશાંસા કરતાં જણાવ્યું હતું કે, ગર્વમેન્ટના કામોની છાપ સુધારવાની સલાહ મુખ્યમંત્રીએ ગુજરાતના કૉન્ટ્રાક્ટરોને આપી હતી.

નોંધનીય છે કે, ગુજરાત કૉન્ટ્રાક્ટર્સ એસોસિએશને, ભાવવધારાને કારણે ટેન્ડર નહીં ભરવાની હડતાળ કરી હતી. પરંતુ, કેટલીક બેઠકો બાદ, હડતાળની માંગણીઓને, ગુજરાત સરકારે સ્વીકારી લીધી હતી અને હડતાળનો ઉકેલ લાવ્યા હતા. જે બદલ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી પૂર્ણેશ મોદી, ભાજપા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ તેમજ  રોડ અને બિલ્ડિંગના મુખ્ય સચિવ એસ.બી. વસાવાનો આભાર વ્યક્ત કરવા માટે ગુજરાત કૉન્ટ્રાક્ટર્સ એસોસિએશને અભિવાદન કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close