રોડ અકસ્માતોમાં ભારત વિશ્વમાં મોખરે- નિતીન ગડકરી
India leads in road accidents - Nitin Gadkari
રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ બુધવારે રાજ્યસભામાં માહિતી આપી હતી કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દેશમાં 1.47 લાખ કિલોમીટરથી વધુ રસ્તાઓનું નિર્માણ કરી રહી છે. ગડકરીએ જણાવ્યું હતું કે, “NHAI 22 ગ્રીન હાઇવે પણ બનાવી રહ્યું છે અને 2024ના અંત સુધીમાં આપણે અમેરિકા સાથે રોડ નેટવર્ક વિસ્તારવા માંગીએ છીએ.
દેશમાં સારા રોડ નેટવર્ક પર ભાર મૂકતાં ગડકરીએ કહ્યું કે ભારતમાં માર્ગ અકસ્માતો વિશ્વમાં સૌથી વધુ થાય છે. વધુમાં તેમણે કહ્યું, “જ્યારે પણ હું આંતરરાષ્ટ્રીય પરિષદમાં જાઉં છું, ત્યારે ભારતને વિશ્વમાં સૌથી વધુ અકસ્માતો ધરાવતો દેશ તરીકે ઓળખવામાં આવે છે. આપણે તેને વધુ સારી ડિઝાઈન અને અમલીકરણ જેવા વિવિધ પગલાં સાથે બદલવાની જરૂર છે.”
માર્ગ અકસ્માતો વિશે વાત કરતાં તેમણે કહ્યું કે કુલ અકસ્માતોમાં મારનાર સંખ્યામાં 65 ટકા માત્ર 18-45 વર્ષની વયજૂથના લોકોનો સમાવેશ થાય છે. NHAI એ બ્લેક સ્પોટ્સને સુધારવા માટે ઘણા પગલાં લીધાં છે જ્યાં અકસ્માતો થાય છે. તેમણે કહ્યું કે પ્રાદેશિક અધિકારીઓને બ્લેક સ્પોટ પરના રસ્તાઓમાં સુધારો કરવા અને જો ડિઝાઇનમાં ખામી હોય તો પુનઃનિર્માણ હાથ ધરવા માટે રૂ. 50 લાખની નાણાકીય મંજૂરી સાથે સત્તા આપવામાં આવી છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
4 Comments