GovernmentNEWSPROJECTS

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથમાં નવા સર્કિટ હાઉસનું લોકાર્પણ કર્યું.

PM inaugurates new Circuit House in Somnath, Gujarat

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી, સોમનાથમાં એક નવા સર્કિટ હાઉસનું લોકાર્પણ કર્યું હતું. તે દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, સ્થાનિક સાંસદ, સ્થાનિક ધારાસભ્યો સહિત સોમનાથ મંદિર ટ્રસ્ટઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મોદીએ જણાવ્યું હતું કે, આવનારા સમયમાં અંબાજી મંદિર ખાતે પણ આ પ્રકારની સુવિદ્યા કરવાની વિચારણા ચાલી રહી છે. આવા ઉમદા નિર્માણોથી દેશના પ્રવાસનને સક્રિય અને તેમાં વધારો કરવાનો એક સકારાત્મક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

DCIM\100MEDIA\DJI_0125.JPG

અંદાજિત 30 કરોડના ખર્ચે નિર્માંણ પામનાર સોમનાથ સર્કિટ હાઉસમાં દરેક રુમનો વ્યૂં દરિયા તરફ છે. જેથી રુમમાં રહેનાર દરેક મહેમાન દરિયાનો વ્યૂ પણ જોઈ શકશે સાથે સાથે સોમનાથ દાદાનાં દર્શન પણ કરી શકશે. તેમજ અહીં પાર્કિંગ, અત્યાધુનિક સુવિદ્યાઓ આપવામાં આવી છે.

આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, સોમનાથ મંદિરને અનેક આક્રમણોકારીઓ દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું પરંતુ, દેશના લોખંડી પુરુષ સરદાર પટેલે સોમનાથ મંદિરનો જીણોદ્વાર કરાવ્યો હતો.

વધુમાં મોદીએ જણાવ્યું હતું કે, આજે પ્રવાસન કેન્દ્રોનો વિકાસ એ માત્ર સરકારી યોજનાઓનો એક ભાગ નથી, પરંતુ, જનભાગીદારીનું અભિયાન છે. દેશની હેરિટેજ સાઈટસ્ અને આપણી સંસ્કૃતિક વારસાનો વિકાસ તેના ઉત્તમ ઉદાહરણો છે. આપણી વિચારસણી નવીન અને આધુનિક હોવી જરુરી છે. પરંતુ સાથે સાથે એ પણ ઘણું મહત્વનું છે કે આપણને આપણા પ્રાચીન અને પૌરાણિક વારસો પર ગર્વ હોવો જોઈએ.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close