GovernmentInfrastructureNEWS

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન માટે 285 હેક્ટર જમીનનું સંપાદન બાકી, દિલ્હી-અમદાવાદ રુટ પર પણ દોડશે બૂલેટ ટ્રેન- રેલ્વે મંત્રી

Still remain the land acquisition for bullet train in Maharashtra

અમદાવાદ અને મુંબઈ બુલેટ ટ્રેન જેને મોદી સરકારનો ડ્રીમ પ્રોજેક્ટ તરીકે ગણવામાં આવે છે તેમાં હજુ પણ 285 હેક્ટર જમીનનું સંપાદન થવાનું બાકી છે અને આ જમીન મહારાષ્ટ્રમાં છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે અંદાજિત 1396 હેક્ટર જમીનનું સંપાદન કરવાની જરૂરિયાત છે જેની સામે 1089 હેક્ટર જમીનનું સંપાદન થઈ ગયું છે. પરંતુ મહારાષ્ટ્રમાં પ્રોજેક્ટમાં જમીન સંપાદનનું કામ અટવાયેલું છે.

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકસભામાં બુલેટ ટ્રેન હાઇ સ્પીડ રેલ પ્રોજેક્ટ અંગેના પૂછાયેલા સવાલના જવાબમાં માહિતી આપી કે, દેશમાં હાલ માત્ર મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલનું કાર્ય ચાલી રહ્યું છે જેને જાપાનના આર્થિક અને ટેકનીકલ સહયોગથી હાથ ધરવામાં આવી રહ્યું છે. રેલવે મંત્રીએ જણાવ્યું કે બુલેટ ટ્રેન ઉપરાંત મંત્રાલય 7 હાઈ સ્પીડ રેલ કોરિડોર માટે સર્વે અને ડીટેલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવામાં કામ સોંપવામાં આવ્યું છે. આ કોરિડોરમાં દિલ્હી-અમદાવાદ પ્રોજેક્ટનો પણ સમાવેશ થાય છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close