GovernmentInfrastructureNEWSPROJECTS
જાણો- શ્રીકાશી વિશ્વનાથધામ મંદિર કોરીડોરની ખાસ વિશિષ્ટતાઓ
Know special features of the Kashi Vishnathdham Corridor
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરાયેલા શ્રીકાશી વિશ્વનાથધામ કોરીડોરથી કાશીવાસીઓ ખૂબ જ ખુશ છે. બિલ્ટ ઈન્ડિયા મેગેઝિને કાશી કોરીડોરના લોકાર્પણ દરમિયાન અનેક લોકો સાથે વાત કરી હતી. તે દરમિયાન દરેક કાશીવાસીના મુખે માત્ર એક વાત સાંભળવા મળે કે, કાશી કોરીડોર અદ્દભૂત અને સુંદર નિર્માંણ પામ્યો છે. કાશી વિશ્વનાથધામ કોરીડોરની ડીઝાઈન અને તેના નિર્માંણ અંગે સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, કાશી વિશ્વનાથ મંદિર કોરીડોરનું નિર્માંણકાર્ય ખૂબ જ ઝડપી અને માત્ર 6 કે 8 મહિનામાં નિર્માંણ પામ્યું છે. આમ કંસ્ટ્રક્શન કંપની પીએસપી પ્રોજેક્ટથી પણ લોકો ખુશ હતા. ત્યારે બિલ્ટ ઈન્ડિયા મેગેઝિને બે દિવસીય મુલાકાત દરમિયાન કોરીડોરની કેટલીક ખાસ વિશિષ્ટતાઓ અહીં દર્શાવવાનો પ્રયાસ કર્યો છે.
- સવા પાંચ લાખ ચોરસ ફૂટમાં નિર્માંણ પામેલા કાશી વિશ્વનાથધામ, કરોડો હિન્દુઓના આસ્થાનું કેન્દ્ર છે. આ ભવ્ય કોરીડોરમાં નાની-મોટી 23 ઈમારતો અને 27 મંદિર છે.
- આખા કોરીડોરમાં મુખ્ય ત્રણ ભાગ છે. જેમાં મંદિર, મંદિર પરિસર અને ત્રીજો નદી ઘાટ અને તેની આપપાસની સુવિદ્યાઓ. ભવ્ય અને પરંપરાગત કોતરણીવાળા ચાર ગેટ મંદિરની ભવ્યતા વધારે છે. ગેટની ઊંચાઈ અંદાજિત 48 ફૂટ છે.મંદિરની પ્રદક્ષિણા માટે વોક વે પણ છે. જેના પર 22 શિલાલેખ લગાવામાં આવ્યા છે.જેમાં કાશીનો મહિમા દર્શાવ્યો છે.
- મંદિર કોરીડોરમાં મંદિર ચોક, મુમુક્ષુ ભવન, યાત્રી સુવિદ્યા કેન્દ્ર, ચાર શોપિંગ સેન્ટર, મલ્ટીપર્સઝ હોલ, સિટી મ્યુઝિયમ, વારાણસી ગેલરી જેવી અનેક સુવિદ્યાઓ આપવામાં આવી છે.
- ગોધૌલિયા ગેટ નજીક યુટિલીટી ભવન અને સિક્યોરીટી ઓફિસની સુવિદ્યા છે.
- કોરીડોરના નિર્માંણમાં ગુલાબી પથ્થર, મકરાણાનો સફેદ માર્બલ અને વિયટનામના ખાસ પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
- 250 વર્ષ બાદ પ્રથમ વખત મંદિરનો જીણોદ્ધાર થયો છે.
- આ કોરીડોર નિર્માંણ થયા બાદ, શ્રદ્ધાળુ 50 ફૂટના રસ્તા પર ગંગા સ્નાન કરીને, ગંગા કિનારાથી સીધા વિશ્વનાથ મંદિરના દર્શન કરી શકશે. લલિતા ઘાટને મંદિર સાથે સીધો જોડવામાં આવ્યો છે.
- મંદિર પરિસરમાં બાબા મહાદેવને પ્રિય છોડ રુદ્રાક્ષ, બીલીપત્ર, પારિજાત અને આસોપાલ વાવવામાં આવ્યાં છે. લોકાર્પણ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંદિર પરિસરમાં એક રુદ્રાક્ષનો છોડ વાવ્યો હતો.
- કાશી વિશ્વનાથ કોરીડોર પ્રોજેક્ટનો શિલાન્યાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8 માર્ચ-2019માં કર્યો હતો. જે બાદ મંદિરની આસપાસના તમામ રહેણાંક મકાનધારકોને સંપૂર્ણ વળતર આપ્યા બાદ સન્માનપૂર્વક જગ્યા સંપાદિત કરી હતી.
- કાશી વિશ્વનાથ કોરીડોર કુલ 5 લાખ ચોરસ ફૂટમાં વિસ્તરેલો અને 900 કરોડ રુપિયામાં નિર્માંણ પામનાર કોરીડોર અદ્દભૂત છે.
- નિર્માંણકર્તા કંપની પીએસપીના જણાવ્યાનુસાર, કાશી વિશ્વનાથ મંદિર અને કોરીડોરનું નિર્માંણકાર્યનો એક તબક્કો સંપૂર્ણ પુરો થયો છે. હજુ કેટલાક કામો બાકી છે. જે ફેબ્રુઆરી-2022 સુધી સમયમર્યાદામાં પૂર્ણ થઈ જશે.
- કાશી કોરીડોર પ્રોજેક્ટ ખૂબ જ જટિલ અને પડકાર રુપ હતો. છતાં કોરીડોરના અર્બન ટાઉન પ્લાનર અને આર્કીટેક્ટ, નિર્માંણકર્તા કંપની, સરકાર અને કાશીવાસીઓનો અદ્રિતીય સહકારથી કોરીડોરનું નિર્માંણકાર્ય સફળ રીતે પૂર્ણ થયું.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
9 Comments