દેશનું વૈશ્વિક ગૌરવ- “રોયલ ગોલ્ડ મેડલ એવોર્ડ” દેશના શ્રેષ્ઠ આર્કીટેક્ટ બી.વી. દોશીને એનાયત
Indian architect Balkrishna Doshi receives the Royal Gold Medal 2022, one of the world’s highest honours for architecture.
ભારત દેશના પ્રતિષ્ઠિત અને શ્રેષ્ઠ આર્કીટેક્ટ બાલકૃષ્ણ દોશીને, યુનાઈટેડ કિંગ્ડમનું આર્કીટેક્ટ ક્ષેત્રનું સર્વોચ્ચ સન્માન રોયલ ગોલ્ડ મેડલ 2022 થી પુરસ્કૃત કરાયા છે. 94 વર્ષીય બી. વી. દોશીએ બિલ્ડિંગ ક્ષેત્રે કરેલા અદ્દભૂત ડીઝાઈનના બદલ આ સર્વોચ્ચ સન્માન એનાયત કરાયું છે. જે દરેક ભારતીય માટે એક ગર્વની વાત છે અને ખાસ કરીને દેશના તમામ આર્કીટેક્ટ માટે એક ભવ્ય ઉજવણી કરવાનો એક પ્રસંગ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બી.વી. દોશી સાથે વાત કરીને, તેમને એવોર્ડ મળવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે. અને કહ્યું છેકે, આર્કીટેક્ટની દુનિયામાં બાળકૃષ્ણ દોશીનું અમૂલ્ય યોગદાન છે. તેમની કૃતિઓ અને સર્જનાત્મકતા અને વૈવિધ્યસભર પ્રકૃતિ માટે વૈશ્વિક સ્તરે વખણાય છે.
નોંધનીય છેકે, આઝાદ ભારત પછી ભારતના શ્રેષ્ઠ આર્કીટેક્ટ બી.વી. દોશી સાહેબે, પંજાબના ચંદીગઢ ખાતે લે કોર્બ્યુઝિયર અને લુઈસ કાહ્ન જેવા વિશ્વના લોકો સાથે કામ કર્યું હતું. તેમની ડીઝાઈન હંમેશા આધુનિક અને ગ્રામિણ પરંપરાગત પ્રણાલીઓની સંવાદિત કરે છે.
દોશી સાહેબની આર્કીટેક્ટ તરીકેની 70 વર્ષની સફરમાં 100 બિલ્ડિંગ પ્રોજેક્ટસ્ ડીઝાઈન કર્યાં છે. જેમાં નાના બજેટના બિલ્ડિંગો, વહીવટી કચેરીઓ અને સાંસ્કૃતિક બિલ્ડિંગો માટે ઉત્તમ ડીઝાઈન કરી છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
4 Comments