GovernmentInfrastructureNEWS

અમદાવાદ-ધોલેરા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વેનું નિર્માંણકાર્ય શરુ, 2023 સુધીમાં 109 કિ.મી લાંબો એક્સપ્રેસ વે નિર્માંણકાર્ય થશે પૂર્ણ.

Construction has started of Ahmedabad-Dholera Expressway way

ધોલેરા સરને જોડતો 109 કિલોમીટરની લંબાઈ ધરાવતો અમદાવાદ-ધોળકા એક્સપ્રેસ વેનું નિર્માંણકાર્ય શરુ કરી દેવામાં આવ્યું છે. હાલ એક્સપ્રેસ વેના રીમાર્ક પણ થઈ ગયા છે. તેમ જ જ્યાં જ્યાં બ્રીજ આવી રહ્યા છે ત્યાં બ્રીજનું નિર્માંણકાર્ય શરુ કરી દેવામાં આવ્યું છે. બિલ્ટ ઈન્ડિયાએ આ એક્સપ્રેસ વેના રીમાર્કનું જાત નિરીક્ષણ કર્યું હતું જે બાદ, અમે તમને માહિતી આપી રહ્યા છીએ.

ગુજરાતનું આર્થિક પાટનગર અમદાવાદ શહેરને ધોલેરા સર સાથે જોડવા કેન્દ્ર સરકારના રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રાલય અંતર્ગત કામ કરતી નોડલ એજન્સી નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડિયાએ અમદાવાદ-ધોલેરા ફોર લેન એક્સપ્રેસ વેનું નિર્માંણકાર્યની તૈયારીઓ શરુ કરી દીધી છે. અને 2023 સુધી નિર્માંણકાર્ય પૂર્ણ થશે.

નોંધનીય છેકે, આ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ લિનીઅર હશે. સરદાર પટેલ રીંગ-સરખેજથી, ધોલેરા સર અને નવાગામ સ્થિત ધોલેરા ઈન્ટરનેશનલ એરપોર્ટને જોડશે. આ એક્સપ્રેસ વે દિલ્હી-મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ કોરીડોર પ્રોજેક્ટનો એક હિસ્સો છે. આ એક્સપ્રેસ નિર્માંણ માટેનું જમીનનું સંપાદન 2020માં થઈ ગયું હતું. અને ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ હતી.    

કુલ 3500 કરોડના ખર્ચે નિર્માંણ પામનાર અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વેનું નિર્માંણકાર્યનું કામ પણ આપી દેવામાં આવ્યું છે. એક્સપ્રેસ વે નિર્માંણકાર્યમાં કુલ ચાર પેકેજ છે. જેમાં પેકેજ-1(સરદાર પટેલ રીંગથી  સિંદરેજ ગામ સુધી 22 કિલોમીટર) અને પેકેજ-2 સિંદરેજ ગામથી વેજલકા ગામ સુધી 26.52 કિલોમીટર. આ બંને પેકેજનું કામ સદભાવ એન્જીનીયરીંગ લિમિટેડ કરી રહ્યું છે. જ્યારે પેકેજ-3( વેજલકા ગામથી ધોલેરા સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રીઝિન સુધીનો 22.54 કિલોમીટરનું નિર્માંણકાર્ય મુંબઈની જીએસવી કંપની નિર્માંણ કરી રહી છે. પેકેજ-4( ડીએસઆઈઆર ઝોન થી ભાવનગરના અધેલાઈ ગામ સુધીનો 38 કિલોમીટરનો એક્સપ્રેસ વે દિનેશચંદ્ર અગ્રવાલ કંપની નિર્માંણ કરી રહી છે. આમ કુલ ચાર પેકેજમાં અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વે નિર્માંણ પામશે.

આ એક્સપ્રેસ વે ગુજરાતના કુલ ત્રણ સ્ટેટ હાઈવેને ક્રોસિંગ કરે છે. જેમાં સ્ટેટ હાઈવે-74 બાળવા-થી-ધોળકા, જે ધોળકાની સીમમાં આવેલા સિંદરેજ ગામ નજીકથી પ્રસાર થાય છે. બીજો સ્ટેટ હાઈવે-08 બગોદરા-થી-વટામણ, જે વેજલકા ગામથી નજીક પડે છે. અને ત્રીજો સ્ટેટ હાઈવે-06 ધોલેરા-થી- વટામણ. આમ આ ત્રણ સ્ટેટ હાઈવેનો સમાવેશ થાય છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા. એક્સિક્લૂઝિવ રીપોર્ટ.

Show More

Related Articles

Back to top button
Close