દેશમાં હજુ 175 રેલ્વે સ્ટેશનોને રીડેવલપ કરાશે- વડાપ્રધાન મોદી.
PM Modi inaugurates modern Rani Kamalapati railway station in Bhopal
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં રાણી કમલાપતિ રેલ્વે સ્ટેશનનું રીડેવલપ કરીને, દેશના મોટાં રેલ્વે સ્ટેશનોમાં ઈન્ટરનેશનલ સુવિદ્યાઓ નિર્માંણ કરવાનો સૂર્યોદય કર્યો છે, જે વિશ્વમાં દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચરની શાન વધારે છે. ઉલ્લેખનીય છેકે, દેશનું પ્રથમ રેલ્વે સ્ટેશન રીડેવલપમેન્ટ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં નિર્માંણ કરવામાં આવ્યું છે.
તાજેતરમાં જ લોકાર્પણ કરાયેલા ભોપાલ રાણી કમલાપતિ રેલ્વે સ્ટેશનમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિદ્યાઓ પુરી પાડવામાં આવી રહી છે. જેમાં ફૂડ કોર્ટ, ટોઈલેટ-બાથરુમ, હોટેલ, હોસ્પિટલ, સ્માર્ટ પાર્કિંગ તેમજ તમામ પ્લેટફોર્મ સાથે કનેક્ટિવિટી ધરાવતો સેન્ટ્રલ કોન્કોર્સનું સુવિદ્યા આપવામાં આવી છે.
આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, દેશમાં આ જ રીતે, 175 રેલ્વે સ્ટેશનોને રીડેવલપ કરવામાં આવશે અને અત્યાધુનિક સુવિદ્યાઓ આપવામાં આવશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
7 Comments