GovernmentInfrastructureNEWS

ઉત્તર પ્રદેશમાં PSP PROJECTS LTD. નિર્માંણ કરશે, 7 મેડિકલ કોલેજ અને 1 મેડિકલ યુનિવર્સીટી.

PSP PROJECTS LTD will build 7 medical colleges and 1 medical university in UP.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે, ઉત્તરપ્રદેશના વારણસીમાં આયુષ્યમાન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશનનો શુભારંભ કર્યો હતો. કેન્દ્ર સરકાર આ મિશન અંતર્ગત સમગ્ર દેશમાં મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરશે. જેના ભાગરુપે, ઉત્તર પ્રદેશમાં કુલ આઠ મેડિકલ કોલેજ અને એક મેડિકલ યુનિવર્સીટીનું નિર્માંણ કરવામાં આવશે. અહીં મહત્વનું છેકે, આ તમામ કોલેજોમાંથી, 7 મેડિકલ કોલેજ અને 1 મેડિકલ યુનિવર્સીટીનું નિર્માંણકાર્ય ગુજરાત સહિત દેશની નામાંકિત કંસ્ટ્રક્શન કંપની PSP PROJECTS LTD.ને આપવામાં આવ્યું છે. જે ગુજરાતની તમામ કંસ્ટ્રક્શન કંપનીઓને માટે ગૌરવની બાબત છે. કારણ કે, તે ગુજરાતનું ગૌરવ વધારે છે અને એક હકારાત્મક વિચાર છે.

આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ઉતર પ્રદેશમાં નિર્માંણ પામનાર 9 કોલેજો અંદાજિત 2,329 કરોડમાં નિર્માંણ પામશે. જેમાં 8 કોલેજ કેન્દ્ર સરકાર અંતર્ગત અને 1 કોલેજ ઉત્તરપ્રદેશ સરકાર અંતર્ગત નિર્માંણ પામશે. ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગર, એટાહ, હરદોઈ, પ્રતાપગઢ, ફતેહપુર, દેવરિયા, ગાઝીપુર, મિર્ઝાપુર અને જોનપુર જિલ્લામાં નવી કોલેજો નિર્માંણ પામશે.

કેન્દ્ર સરકાર આયુષ્યમાન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન અંતર્ગત કેન્દ્ર સરકાર દેશના 10 રાજ્યોમાં કુલ 17,788 ગ્રામિણ વિસ્તારોમાં હેલ્થ સેન્ટરો નિર્માંણ કરશે. અને દેશના તમામ શહેરી વિસ્તારોમાં કુલ 11,024 હેલ્થ સેન્ટરો બનાવવામાં આવશે.  

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close