GovernmentNEWS
મહેસૂલી કર્મચારી પૈસા માંગે તો વીડિયો બનાવીને મોકલો: મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી
If a revenue employee asks for money, make a video and send it: Revenue Minister Rajendra Trivedi.
ભ્રષ્ટાચારની સૌથી વધુ ફરિયાદો જે વિભાગ સામે થાય છે, એ મહેસૂલ વિભાગના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ભ્રષ્ટાચારીઓના વીડિયો મોકલવા અપીલ કરી. તેમણે કહ્યું કે કોઈ કર્મચારી પૈસા માંગે કે ખોટું કરતો હોય, તો અરજદારો મોબાઈલ પર વીડિયો મોકલી શકે છે. તેઓ સામે એક્શન લેવાશે.
મહેસૂલ ખાતામાં ખોટું થતું હશે તો સરકાર ચલાવી નહીં લે. કલેક્ટર કચેરીઓમાં અરજીઓનો ઝડપી નિકાલ થતો નહીં હોવાની ફરિયાદો પછી એક ખાસ ટીમ પણ બનાવાશે, જે કોઈપણ કલેક્ટર કચેરીની આકસ્મિક મુલાકાત લઇને કામગીરીની ચકાસણી કરશે. ક્યા જિલ્લામાં કેટલા કેસ પેન્ડિંગ છે તેની પણ તે ટીમ સમીક્ષા કરશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
6 Comments