તમિલનાડુના કોવલંડ અને પુંડુચરીના ઈડન બીચને વૈશ્વિક સ્તરીય બ્લૂ ફ્લેગ ટેગ મળ્યા
Two more beaches in India awarded prestigious ‘Blue Flag’ tag,

દરેક ભારતીયને ગૌરવ થાય તેવો સમાચાર છે. ભારતીય પર્યાવરણ મંત્રાલયે જણાવ્યું છેકે, તમિલનાડુની રાજધાની મદ્રાસમાં આવેલા કોવલંમ દરિયાઈ બીચ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુંડુચેરીના ઈડન દરિયાઈ બીચને વિશ્વનો પ્રતિષ્ઠિત બ્લૂ ફ્લેગ ટેગ હાંસલ થયો છે. જે સૌ ભારતીય માટે એક ગૌરવ લેવા જેવી બાબત છે.

કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે જણાવ્યું છેકે, ભારત વધુ બે દરિયાઈકિનારોને બ્લૂ ફ્લેગ સર્ટીફિકેટ મળ્યા છે. જે આંતરરાષ્ટ્રીય ઈકો- લેવલ ટેગ છે. આજે મળેલા વધુ બે બ્લૂ ટેગની સાથે ભારતમાં 10 દરિયાઈકિનારોને બ્લૂ ટેગ હાંસલ થયા છે.

ઉલ્લેખનીય છેકે, ધ ફાઉન્ડેશન ફોર ઈન્વાર્યમેન્ટ એજ્યુકેશન, ડેનમાર્ક, કે જે વૈશ્વિક ઈકો-લેબલ ટેગ આપે છે. જેમાં મુખ્ય ચાર મહત્વના માપદંડો અંતર્ગત 33 પ્રકારનાં કાયટેરીયા પર આ ટેગ આપવામાં આવે છે. આજ દિવસ સુધી ભારતને કુલ 10 ટેગ મળી ચૂક્યા છે. જેમાં ગુજરાતનો શિવરાજપુર બીચ, દીવનો ઘોઘલા બીચ, કર્ણાટકનો કાસરકોડ અને પદુબિદ્રી બીચ, કેરળનો કપ્પડ બીચ, આંધ્રપ્રેદેશનો ઋષિકોન્ડા બીચ અને તાજેતરમાં જાહેર થયેલા તમિલનાડુનો કોવલંમ બીચ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુંડુચેરીના ઈડન બીચ આમ કુલ મળીને દસ બ્લૂ ટેગ દરિયાઈ બીચ થયા.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
20 Comments