અમદાવાદ-મુંબઈ બૂલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 16 બ્રીજ માટેના કૉન્ટ્રાક્ટ સાઈન થયા.
contrast signed for bullet train bridges.

ભારત સરકારનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ અમદાવાદ-મુંબઈ બૂલેટનું નિર્માંણકાર્ય ચાલી રહ્યું છે. તે અંતર્ગત, નેશનલ હાઈ- સ્પીડ રેલ્વે કોર્પોરેશન લિમિટેડે, શુક્રવારે વાપી અને અમદાવાદ વચ્ચેના રુટ પર આવતા કુલ 16 બ્રીજ માટે કોન્ટ્રાક્ટીંગ પેપર સાઈન કર્યાં છે. જેમાં 11 બ્રીજ પ્રીસ્ટ્રેસ્ડેડ કોંક્રિટ બ્રીજ અને 11 સ્ટીલ ગર્ડર બ્રીજનો સમાવેશ થાય છે.

આ પ્રસંગે નેશનલ હાઈ- સ્પીડ રેલ્વે કોર્પોરેશન લિમિટેડે જણાવ્યું હતું કે, આ કોન્ટ્રાક્ટ એમજી કોન્ટ્રાક્ટર સાથે કરવામાં આવ્યાં છે. બૂલેટ ટ્રેન સ્ટેટ અને નેશનલ હાઈવે પરના ક્રોંસિંગ પરના બ્રીજો છે.

ઉલ્લેખનીય છેકે, અમદાવાદ-મુંબઈ બૂલેટ ટ્રેન પ્રોજેક્ટની શરુઆત છેલ્લા પાંચ વર્ષથી કરવામાં આવી છે. 2022 સુધી પૂર્ણ કરવાનું લક્ષ્ય ભારત સરકારનું છે. 110000 લાખ કરોડના ખર્ચે નિર્માંણ પામવા જઈ રહેલો અમદાવાદ-મુંબઈ બૂલેટ ટ્રેન પ્રોજેક્ટના રુટની લંબાઈ 508 કિલોમીટરની છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા. સૌજન્ય- ટાઈમ્સ ઓફ ઈન્ડિયા.
19 Comments