દેશમાં SBM વોટર પ્લસ સર્ટી મેળવવામાં ઈન્દોર પ્રથમ સ્થાને, તો ગુજરાતનું સુરત રાજ્યમાં પ્રથમ ક્રમાંકે.
મધ્યપ્રદેશની રાજધાની ઈન્દોર શહેર દેશભરમાં સ્વચ્છ શહેર તરીકે પ્રથમ ક્રમાંકે આવ્યું છે. આ સાથે SBM વોટર પ્લસ સર્ટીફિકેટ મેળવવામાં પ્રથમ ક્રમાંકે આવ્યું છે. તો, ગુજરાતની ડાયમંડ સીટી સુરતને SBM વોટર પ્લસ સર્ટીફિક્ટ મળ્યું છે, ગુજરાતનું માત્ર સુરત શહેરને જ SBM વોટર પ્લસ સર્ટીફિકેટ મળ્યું છે. મુખ્યમંત્રી વિજય રુપાણી ટ્ વીટ કરીને સુરતને SBM વોટર પ્લસનું સર્ટીફિકેટ મળવા બદલ અભિનંદન પાઠવ્યા છે. ભારત સરકારના આવાસ અને શહેરી મંત્રાલય દ્વારા કરાયેલા સ્વચ્છ સુર્વેક્ષણ-2021 હેઠળ આ સર્ટીફિક્ટ આપવામાં આવ્યાં છે.
શુદ્ધ અને સ્વચ્છ પીવાલાયક પાણીમાં સ્વચ્છતા સિદ્ધિ હાંસલ કરી હોય. તેમજ વેસ્ટ વોટરનો સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા કે અન્ય માધ્યમો દ્વારા તેનું સંપૂર્ણપણે રિસાયકલ કર્યું હોય તેવાં જ શહેરોને આ સર્ટીફિકેટ આપવામાં આવી રહ્યાં છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા ન્યૂઝ.
6 Comments