GovernmentNEWS

અમદાવાદમાં 83 જગ્યાએ 206 કરોડના ખર્ચે RCC રોડ બનાવાશે, પશ્ચિમ ઝોનમાં 23 જગ્યાએ રોડ બનશે.

RCC Road to build in Ahmedabad

ચોમાસામાં વરસાદ પડતાં જ અમદાવાદ શહેરમાં રોડ રસ્તાઓની હાલત એટલી ખરાબ થઈ જાય છે. જેને પગલે દર વર્ષે ચોમાસા બાદ રોડનું સમારકામ કરવાની ફરજ પડે છે. જેની પાછળ કોન્ટ્રાક્ટરોને રોડ બનાવવા માટે કરોડો રૂપિયા ચૂકવવામાં આવે છે. છતાં રોડ બનાવવામાં બેદરકારી રાખવામાં આવે છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે હવે જે સ્થળો પર પાણી ભરાવવાની સમસ્યાઓ છે, ત્યાં હવે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આરસીસી રોડ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદના શહેરના તમામ સાત ઝોનમાં રૂ. 206 કરોડના ખર્ચે કુલ 83 જગ્યાઓ પર આ રોડ બનાવવામાં આવશે.

રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઈએ જણાવ્યું હતું કે, ચોમાસામાં વરસાદના કારણે ડામરમાં રોડ જલ્દી તૂટી જાય છે અને તેને સમારકામ કરવાની ફરજ પડે છે. જેથી હવે જ્યાં જ્યાં વધુ વરસાદી પાણી ભરાય અને રોડ ધોવાય છે. એવી જગ્યાઓનો સર્વે કરવામાં આવ્યો હતો અને 80થી 90 જેટલી જગ્યાઓ પર હવે આરસીસી રોડ બનાવવામાં આવશે. રૂ. 150થી 200 કરોડના ખર્ચે આ રોડ બનશે.

અમદાવાદના મધ્ય ઝોનમાં કુલ 12 સ્થળે પાણી ભરાય છે. જેમાં પાંચ સ્થળે 34570 ચોરસ મીટર આરસીસી રોડ રૂ. 10.74 કરોડના ખર્ચે બનાવવામાં આવશે. પૂર્વ ઝોનમાં 127180 ચોરસ મીટરના આરસીસી રોડ માટે રૂ. 63.59 કરોડનો ખર્ચ થશે. ઉત્તર ઝોનમાં 958440 ચોરસમીટરના રોડ બનાવવા માટે રૂા.19.06 કરોડનો ખર્ચ થશે. જ્યારે ઉત્તર પશ્ચિમ ઝોનમાં 21700 ચોરસમીટર રૂ. 15.20 કરોડનો ખર્ચ થશે. પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 11 કિમી વિસ્તારમાં રૂ. 71.30 કરોડના ખર્ચે રોડ બનશે. દક્ષિણ ઝોનમાં 4 કિ.મી. લંબાઈના રોડ માટે રૂ. 4 કરોડનો ખર્ચ થશે. જ્યારે દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 3215 ચોરસ મીટરનો રોડ રૂ. 10 કરોડના ખર્ચે બનાવાશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર

Show More

Related Articles

5 Comments

  1. Pingback: web link
  2. Pingback: Dan Helmer
  3. Pingback: PINNACLE
Back to top button
Close