GovernmentInfrastructureNEWS

દેશમાં 3 વર્ષમાં નિર્માંણ પામશે, અમેરિકન સ્ટાન્ડર્ડના રાષ્ટ્રીય ધોરીમાર્ગો- નિતીન ગડકરીનો આશાવાદ

India will hope to build American standard road in coming three years- Nitin Gadkari

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આજે યોજાયેલા વિકાસ દિવસ અંતર્ગત કાર્યક્રમ દરમિયાન, કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીએ ઉત્તર ગુજરાતના ડીસા શહેરમાં 3.75 કિલોમીટરની લંબાઈ ધરાવતો ડીસા એલિવેટેડ કોરીડોરને રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો. આ એલિવેટેડ કોરીડોર રાષ્ટ્રીય ધોરીમાર્ગ -27 પર નિર્માંણ પામ્યો છે. આ કોરીડોર ઈસ્ટ-વેસ્ટ ઈકોનોમિક કોરીડોરનો એક હિસ્સો છે. અને આ કોરીડોર કંડલા અને મુંદ્રા બંદરોના સંપર્ક માટે સરળતા કરશે.

આ પ્રસંગે નિતીન ગડકરીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રાષ્ટ્રીય રાજમાર્ગોનું નિર્માંણ ખૂબ જ ઝડપી થઈ રહ્યું છે. દેશમાં આગામી ત્રણ વર્ષમાં અમેરિકન સ્ટાન્ડર્ડના રાષ્ટ્રીય ધોરીમાર્ગો નિર્માંણ પામશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પહેલાં  દરરોજ બે કિલોમીટરનો રોડ નિર્માંણ પામતો હતો. અને હવે દરરોજનો 38 કિલોમીટર રોડ નિર્માંણ પામી રહ્યો છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close